વાહન ખસેડવાની સામાન્ય તકરારમાં યુવાનની હત્યા

અમદાવાદ: શહેરમાં સામાન્ય બાબતે મારામારી અને ઘાતક હથિયારો વડે હુમલા કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્યાસપુર ભાઠાની ફતેવાડી સીમમાં યુવાન પર છરીના ઘા ઝીંકાતા તેનું મોત નિપજ્યું હતું.

ફતેવાડી ભાઠા ખાતે અાવેળી ફઝલે રહેમાન સોસાયટી ખાતે નાસીરખાન પઠાણ રહેતા હતા. નાસીરખાન સોમવારે રાત્રે પોતાનું છોટા હાથી સોસાયટી નજીક પાર્ક કરતા હતા ત્યારે ગાડીને રિવર્સ લેતા હતા. જેથી ત્યાં જ રહેતાં નજીફ સૈયદ નામના વ્યક્તિને તેમણે તેમનું ટુ વ્હીલર ખસેડી લેવા જણાવ્યું હતું. ટુ વ્હીલર ખસેડવાનું જણાવતાં નજીફ સૈયદ એકદમ જ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેઅોઅે તેમના ટુ વ્હીલરની ડેકીમાંથી છરી કાઢી નાસીર ખાનને પેટના ભાગે છરનાં ઘા ઝીકી દીધા હતા.

ગંભીર ઇજાઅો થતાં નાસીર ખાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. બનાવ બાદ નજીફ સૈયદ ફરાર થઈ ગયો હતો. ગઈકાલે બપોરે નાસીરખાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અસલાલી પોલીસે નાસીર ખાનના ભાઈ ફિરોઝખાન પઠાણની ફરિયાદનાં અાધારે ગુનો નોંધી અારોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like