પૈસાની લેવડ-દેવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ

અમદાવાદ: દરિયાપુર વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડના મામલે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાતાં અા ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. દરિયાપુર પોલીસે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા અારોપીની સઘન શોધખોળ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે દરિયાપુરમાં સજ્જન જમાદારના મહોલ્લા નજીક અાવેલ ભુરાભાઈના ડહેલા ખાતે રહેતા ૨૨ વર્ષીય નરેશ ધીરારામ જીનગર અને સુનીલ નામના શખસ વચ્ચે પૈસાની લેવડ-દેવડ બાબતે છેલ્લા કેટલાક વખતથી ઝઘડો ચાલતો હતો.

દરમિયાનમાં અા ઝઘડાને કારણે સવારના ૭ વાગ્યાના સુમારે સુનીલે નરેશ સાથે તેના ઘર નજીક જ ફરી ઝઘડો કરી ઉપરાઉપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં નરેશને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યો હતો. હુમલો કર્યા બાદ સુનીલ નાસી છૂટ્યો હતો.

You might also like