બાળકી મૃત જન્મી હતી કે જીવિત? ડોક્ટર અને પીઆઈની વાતમાં વિરોધાભાસ

અમદાવાદ: શહેરના વિ‌ંઝોલ વિસ્તારમાં ભાડુઆતને મોતના ધાટ ઉતારી દાટી દેવાના ચકચારી કિસ્સામાં પોલીસને મળી આવેલ મૃત બાળકી અંગે સસ્પેન્સ સર્જાયું છે. પોલીસ તથા ડોકટરના વિરોધાભાસી નિવેદનોથી બાળકી જીવિત જન્મી હતી કે મૃત તે મામલો હવે વધુ ગુચંવાયો છે એફએસએલ રિપોર્ટ બાદ હકીકત જાણવા મળશે. આ હત્યાકાંડમાં સંડોવાયેલા ઉમેશ િવશ્વનાથ નામના આરોપીની વટવા પોલીસે બિહારથી ઘરપકડ કરી છે ત્યારે ભોગ બનનાર બાળકીને પણ પુછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવાઇ છે.

ર૪ જુનના રોજ મહાવીરસિંગ કુશ્વાહ તથા ઉમેશ વિશ્વનાથે ભેગા મળીને દીપુની માથના દસ્તાના ઘા મારીને હત્યા કરી હતી. દસેક ફુટ ઊંડો ખાડો ખોદાવીને દીપુની લાશ તથા બાળકીને દાટી દીધી હતી. લાશ ઓગળી જાય તે માટે ઓરોપીઓએ ચાર કટ્ટામીઠુ (૮૦ કિલો) લાશની ઉપર ભભરાવી દીધુ અને ત્યારબાદ ખાડો પુરી દીધો અને કોઇને શંકાના થાય તે માટે પ્લાસ્ટર પણ કરી દીધું હતું. આ અંગે થોડાક દિવસો પહેલા દીપુ તથા બાળકીને બહાર કાઠીને મહાવીરસિંગ તથા ઉમેશ વિરુધ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને મહાવીર સિંગની ધરપકડ કરી હતી.

ત્યારે હવે દીપુ પાસે મળી આવેલ બાળકી જીવિત જન્મી હતી કે મૃત જન્મી હતી તે અંગે સસ્પેન્સ સર્જાતા કેસ વધુને વધુ ગુંચવાયો છે. વટવા જીઆઇડીસીમાં આવેલા વીમલા હોસ્પિટલમાં બાળકીની ડીલીવરી મહાવીરસિંગે કરાવી હતી જેમાં ડોક્ટર શ્રીકાંત યાદવના જણાવ્યા અનુસાર બાળકીને આઠ મહિના થયા હતા ઇમરજન્સીમાં તેના પિતા લઇને આવ્યા હતા જ્યા તેની ડીલીવરી થઇ હતી બાળકી જીવતી હતી અને તને અમે મહાવીરસિંગને સોપીં હતી.

ત્યારે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.બી.રાણાએ જણાવ્યું હતું કે બાળકી અધૂરા મહિને અને મૃત જન્મી હતી. આ અંગે એસીપી બી.એમ.ટાંકે જણાવ્યુ છે કે ડોક્ટર ધરપકડથી બચવા માટે ખોટી માહીતી આપી રહ્યો છે આરોપીએના નિવેદનમાં જ કસુસવાડ થઇ હોવાની થીયરી છે જોકે એફએસએલ રીપોર્ટ આવ્યા પછી આખી ધટનાનો પર્દાફાશ થાય તેવી
શક્યતાઓ છે.

You might also like