વૃદ્ધે કિટલી પર ભાવ પુછતા મહિલાને થઇ ગેરસમજ : મોત

અમદાવાદ : વાત કરીએ સામાન્ય ગેર સમજની કામરેજના વલથાણ ખાતે ચાની કીટલી પર ચા બનાવી રહેલી મહિલાને ચા શબ્દ બોલ્યા વગર શું ભાવ છે એવું બોલતા આધેડ પર ચાર મહિલા અને એક પુરુષ તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર ઈજા થવાના કારણે ચા પીવા આવેલા આધેડનું મોત થતા ચકચાર મચી ગઈ હતી. હત્યાના પગલે કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કામરેજની ખાનગી હોસ્પીટલના પી.એમ રૂમમાં પડેલી આ ડેડબોડી મૂળ ઓલપાડના સાધીયેર ગામના અને હાલ કામરેજ ખાતે રહેતા મૃતક જયેશભાઈ અને તેમનો મિત્ર અમુલભાઈ કાર લઇ નવસારી ખાતે શનિદેવના દર્શને ગયા હતા. અને ત્યાંથી પરત થતી વેળાએ કામરેજના વલથાણ નહેર નજીક ચાની લારી પર ચા પીવા ઉભા હતા.

ચા પીધા બાદ ચાની કીટલી પર ઉભેલી મહિલાને મૃતક જયેશભાઈએ ચાનો ઉલેખ કર્યા વગર કેટલો ભાવ એમ પૂછતાં મહિલાઓને ગેરસમજ થઇ હતી અને આ ગેર સમજમાં ઉશ્કેરાઈ જઈ ચાર મહિલાઓ અને એક પુરુષ મળી જયેશભાઈને મારમારતા તેઓને કામરેજની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જહેર કર્યા હતા.

You might also like