પાઠ્યપુસ્તકો માટે વેપારીઓએ હવે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે

આગામી શૈક્ષણિક સત્ર ર૦૧૮-૧૯થી રાજ્યભરની શાળાઓના વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરાં પાડતા બુકસેલર, વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યૂટરોએ હવેથી ઓનલાઇન પેમેન્ટ આપીને ઓનલાઇન ઓર્ડરથી પાઠ્યપુસ્તકોની ખરીદી મંડળ પાસેથી કરવી પડશે.

ધો.૧થી ૮ અને ૯થી ૧૧માં પણ ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકોનો અભ્યાસક્રમ આગામી વર્ષથી બદલાઇ રહ્યો છે. અંદાજે દોઢ કરોડથી વધુ પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે. ગત વર્ષે રાજ્યની તમામ સરકારી શાળાઓ માટે પાઠ્યપુસ્તકોની જરૂરિયાત અને માગ ઓનલાઇન રજિસ્ટર્ડ કરવાનું ફરજિયાત કરાયું હતું, જેમાં મળેલી સફળતાના પગલે હવે બુકસેલર, વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યૂટર માટે પાઠ્યપુસ્તકોના ઓર્ડર ઓનલાઇન કરવાનું અને પેમેન્ટ પણ ઓનલાઇન કરવાનું ફરજિયાત કરાયું છે.

પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક નિયામક નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમનાં પુસ્તકોનું ટ્રાન્સલેશન થઇ ચૂક્યું છે. સીબીએસઇનાં પુસ્તકોનું ફેરફાર વગર ટ્રાન્સલેશન કરાયું છે. હાલમાં તેની ચકાસણી થઇ રહી છે. માસના અંત સુધીમાં પુસ્તકો પ્રિન્ટ થવાનું શરૂ થઇ જશે અને ડિસેમ્બરથી પુસ્તકોના ઓનલાઇન ઓર્ડર લેવાનું શરૂ કરાશે.

You might also like