પબ્લિક રિવ્યૂ: ડાન્સ ધમાકેદાર, પરંતુ બોરિંગ ફિલ્મ છે ‘મુન્ના માઈકલ’

ફિલ્મની સ્ટોરી તમને આકર્ષિત કરશે, પરંતુ ફિલ્મની સ્પીડ ઘણી ધીમી છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફનું પર્ફોર્મન્સ સારું છે. ટાઈગરના એક્શન અવતારની સાથે ડાન્સ પણ ધમાકેદાર છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. અર્પિત જોશી, મણિનગર

સિનેમેટોગ્રાફી, કેમેરાવર્ક સારી રીતે કરવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મને ઇન્ટરવલ પછી ખેંચવામાં આવી છે, જે ફિલ્મને બોરિંગ બનાવે છે. સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવાની જરૂર હતી. ફિલ્મની સ્ટોરીના કારણે 2.5 સ્ટાર આપીશ. અજય પટેલ, બોડકદેવ

ફિલ્મનું ડિરેક્શન સારું છે. ડિરેક્ટર શબ્બીર ખાને શાનદાર રીતે એક સિમ્પલ વાર્તાને સ્ક્રીન પર બતાવી છે. ફિલ્મમાં નવાઝના કેરેક્ટરને જોઈ તમને ચોક્કસ હસવું આવશે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. કેયૂર ચૌધરી, નિકોલ

ટાઇગર શ્રોફ સ્ક્રીન પર ડાન્સ અને એક્શનમાં સારો લાગે છે. પહેલી વખત બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નિધિ અગ્રવાલનું કામ પણ સહજ છે. નવાઝુદ્દીનની હાજરી ફિલ્મને અલગ લુક આપે છે અને તેની કૉમેડી શાનદાર છે. હું આ ફિલ્મને 3.૫ સ્ટાર આપીશ. બ્રિજેશ પટેલ, બોપલ

ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે, સિનેમેટોગ્રાફી અને સ્ક્રીનપ્લે પણ સારા છે. લોકેશન પણ જબરદસ્ત છે. કેટલાક એવા શોટ્સ પણ છે, જેને જોઇ દિલ ખુશ થઇ જાય છે, જોકે ફિલ્મની સ્ટોરી ખૂબ નબળી છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. એજાઝ મોજણીદાર, સરખેજ

ફિલ્મનું મ્યુઝિક સ્ટોરી અને માહોલ સાથે સંપૂર્ણપણે ફિટ થાય છે. ફિલ્મનું મ્યુઝિક રિલીઝ પહેલાંથી જ હિટ છે. મોટા ભાગનાં સોંગ્સ ડાન્સિંગ નંબર છે, જેને સાંભળીને તમને ડાન્સ કરવાની ઇચ્છા થઇ જશે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. ગજેન્દ્ર માલ, નરોડા
http://sambhaavnews.com/

You might also like