#MeToo ‘તારક મહેતા’ની અભિનેત્રીએ કહ્યું, ‘દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર’

મુંબઇ: છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોંચેલી સબ ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ MeToo કેમ્પેનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે દરેક મહિલાએ ઉંમરના કોઇ ને કોઇ પડાવ પર જાતીય શોષણનો શિકાર બનવું પડતું હોય છે.

તેમણે કહ્યું કે જે મહિલાઓ MeToo કેમ્પેન દ્વારા પોતાની ભાવનાઓ વ્યકત કરતી રહે છે, સમાજે તેનું સન્માન કરવું જોઇએ. મુનમુને ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને જણાવ્યું હતું કે મારી પાડોશમાં રહેતા એક અંકલ મોકો શોધીને મને પકડી લેતા એટલું જ નહીં, ધમકાવતા પણ હતા કે હું આ વાત કોઇને ન કહું.

મુનમુને લખ્યું છે કે આજે કંઇક એવું લખી રહી છું, જેને બાળપણમાં જીવતી વખતે મારી આંખમાં આંસુ આવી જતાં હતાં. આ એવી ઘટનાઓ હોય છે, જે તમને અંદરથી હલાવી દે છે. આ ઘટનાઓ બાદ ઘણી છોકરીઓ પુરુષોને નફરત કરવા લાગે છે.

ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથે તેનું નામ જોડાતાં વિરોધ વ્યકત કરતાં કહ્યું કે મેં ક્યારેય આદિત્ય પંચોલીની મુલાકાત પણ કરી નથી. આવા સંજોગોમાં તેની સાથે કોઇ પણ પ્રકારના સંબંધ હોવાનો સવાલ જ ઊભો થતો નથી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago