૯ સપ્ટેમ્બરે મ્યુનિ. સ્કૂલબોર્ડના ડેપ્યુટી ચેરમેન નક્કી થશે

અમદાવાદ: ગત તા.૬ ઓગસ્ટ, ર૦૧૬થી મ્યુનિ. સ્કૂલબોર્ડના નવા ચેરમેન તરીકે પંકજસિંહ ચૌહાણ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ ડેપ્યુટી ચેરમેનનું કોકડું છેલ્લા લગભગ એક મહિનાથી ગૂંચવાયેલું જ હતું, જોકે શહેર ભાજપ હાઇકમાન્ડની સૂચનાથી આગામી .૯ સપ્ટેમ્બરથી સ્કૂલબોર્ડને નવા ડેપ્યુટી ચેરમેન મળી જશે. તા.૯ સપ્ટેમ્બરની સાંજે પાંચ વાગ્યે મળનારી સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં ધીરેન્દ્રસિંહ તોમર, સવિતાબહેન શ્રીમાળી અને રાકેશ પરીખ પૈકી એક સભ્યની ડેપ્યુટી ચેરમેનપદે વરણી કરાશે.

You might also like