ખાડા ખોદતાં ન થાકેલું મ્યુનિ. તંત્ર ખાડા પૂરતાં થાકી જશે

અમદાવાદ: અાપણા અમદાવાદમાં મ્યુનિ. સત્તાવાળાઅો દ્વારા કરાતા રોડનાં અાડેધડ ખોદકામની કોઈ નવાઈ નથી. શહેરીજનો હજુ સવારે અાંખ ચોળતા ઊઠે કે તેમને ખબર પડે કે પોતાની સોસાયટી કે ફ્લેટ લાઈનનો રસ્તો ખોદાઈ ગયો છે. અા રસ્તાનું ખોદકામ પણ એવું કરાયું હોય છે કે કે નાગરિક પોતાના રહેણાંકની બહાર નીકળી ન શકે. તંત્રના સાવ વાહિયાત પ્રકારનાં અાયોજનથી અાજે અાખું અમદાવાદ ખાડામાં ફેરવાયું છે.

નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાની ગુણવત્તા સુધારાઈ રહી છે અને છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. ૮૯૨.૮૦ કરોડના ખર્ચે ૩૮૬.૬૧ કરોડના રસ્તાઅોનું નિર્માણ કરાયુંના દાવા કરાય છે.

કોર્પોરેટરનો ગ્યાસપુર ભાઠા પીપળજ પાસે રસ્તા પરના ખાડા પૂરવા માટે પોતાનો બેર્ચાળહેલ પ્લાંટ કાર્યરત કરાયો છે. અા પ્લોટમાં અગાઉ ખાડા પૂરવા માટે કુલ ૧૬,૧૦૦ મેટ્રિક ટન જથ્થામાં હોટમિડેલ મટીરિયલના સપ્લાય માટે રૂ. ૬.૯૯ કરોડનો અંદાજ મંજૂર કરાયો હતો.

જો કે રસ્તાનાં કામોની ગુણવત્તાના કારણે ઠેર ઠેર ખાડા પૂરવાથી અાટલો જથ્થો અોછો પડ્યો છે. એટલે અગાઉના જથ્થામાં વધુ ચાર હજાર મેટ્રિક ટનનો વધારો કરાશે. જેના માટે રૂ. ૧.૭૪ કરોડ વધુ ખર્ચાશે એટલે તંત્રના રોડ-પ્રોજેક્ટ ખાતા દ્વારા રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ રૂ. ૮.૭૪ કરોડના રીવાઈઝ્ડ અંદાજ મૂકવી પડે છે. રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલને પણ હાથના કર્યા, હૈયે વાગ્યા હોય તેમ અા દરખાસ્તને મંજૂર કરવી પડી છે. અા દરમિયાન ભાજપના શાસકો પણ ચકિત બન્યા છે.

અા અંગે રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલને પૂછતા તેઅો કહે છે, રોડના પેચવર્કના કામો કરવા માટેની અા દરખાસ્તમાં ચાર હજાર મેટ્રિક ટન વધારાના મટીરિયલની જરૂરિયાત પડી છે. અા જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કેમ કે શહેરના તમામ વોર્ડમાંથી પેચવર્કનાં કામોની માંગણી ઊઠી છે.’ બીજા અર્થમાં શાસકો પણ સમગ્ર અમદાવાદ ખાડામાં ફેરવાયું હોવાની સત્ય હકીકતનો અાડકતરો સ્વીકાર કરે છે. એટલે જ રસ્તો, તંત્રને પણ પોતાનો જૂનો ૧૬,૧૮૪ મેટ્રિક ટન જથ્થાનો અંદાજ બદલાવીને નવો ૨૦,૧૦૦ મેટ્રિક ટન જથ્થાનો અંદાજ મૂકવો પડ્યો છે.

You might also like