મ્યુનિ. વોર્ડ દીઠ પ્રભારી અધિકારી નિમાયા પણ લોકોના પ્રશ્નો ઉકલાશે ખરા?

અમદાવાદ: દેશના ગોવા કે ઉત્તર પૂર્વ રાજ્ય કરતાં પણ ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ વધારે છે. દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના જંબો બજેટમાં તોતિંગ વધારો થતો જાય છે. જેમાં કરોડો રૂપિયા નવા પ્રોજેકટની ઝાકમઝોર સામાન્ય નાગરિકોને આંજી દે છે.

તે પૈકીના મોટાભાગના પ્રોજેક્ટ છેવટે સરકારી ફાઇલમાં ‘કાગળ’ બનીને રહેવાની સાથે સાથે લોકોનો સામાન્ય સુખાકારીના કામ ટલ્લે ચઢે છે. આ બાબતની ગંભીરતા સમજીને કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વોર્ડ દીઠ પ્રભારી અધિકારીની નિમણૂક કરી છે.

શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે તંત્ર પ્રયત્નશીલ છે જેમાં ‘કેશલેસ’ વ્યવહારનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં નાગરિકોનાં નળ, ગટર, રસ્તા, બંધ, સ્ટ્રીટલાઇટ, રખડતાં ઢોર તેમજ આરોગ્ય સેવાને લઇને છાશવારે ફરિયાદો ઊઠતી રહેતી હોઇ આ મામલે શાસકો તેમજ વહીવટી તંત્ર બેદરકારી દાખવતું હોવાની લાગણી પણ સામાન્ય જનમાનસમાં ફેલાઇ છે.

શાસક ભાજપના સભ્યો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટી સહિતની રોડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, હેલ્થ અને રેવન્યુ કમિટી જેવી વિભિન્ન કમિટીઓ તંત્ર વિરુદ્ધ અવારનવાર બળાપો ઠાલવતા હોય છે. તંત્રની સીસીઆરએસ સિસ્ટમ હેઠળના ફરિયાદ નંબર ૧પપ૩૦૩માં પણ ધુપ્પલ ચાલે છે.

જે તે ફરિયાદ નાગરિકની ફરિયાદનો સંતોષકારક નિકાલ લાવવાને બદલે સંબંધિત વિભાગ અનેક કિસ્સામાં દંડાઇ કરીને ફરિયાદનો વીંટલો વાળી દે છે.

જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા ૪૮ વોર્ડના પ્રભારી અધિકારી નિમણૂક કરાઇ છે. રાજ્ય સરકારના મોડલ પદ આ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. આ પ્રભારી અધિકારીઓએ પોતપોતાને ફાળવેલા વોર્ડનું પ્રશ્નોને લગતી માહિતી સીધેસીધે જે તે ઝોનના ડેપ્યુટી કમિશનર અને કમિશનરને આપશે.

જાણકાર સૂત્રો કહે છે નાગરિકોને પીવાં પડતાં દૂષિત પાણી જેવી સમસ્યામાં જે તે વોર્ડના હેલ્થ અને ઇજનેર વિભાગના અધિકારીઓ વચ્ચેના સંકલનનો અભાવ જોવા મળ્યો છે. કેમ કે આ બન્ને વિભાગ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવાને બદલે એકબીજા પર દોષારોપણ કરતા આવ્યા છે.

પરંતુ હવે વોર્ડ દીઠ પ્રભારી અધિકારીની નિમણૂક કરાતાં આ પ્રકારે સમસ્યાથી છટકવાની વૃત્તિ અટકશે અને પાણીજન્ય રોગચાળાના પ્રકોપથી પણ લોકોને રાહત મળશે. અગાઉ આસ્ટિન્ટટ કમિશનર પાસે રિવરફ્રન્ટ, ઇ ગર્વનન્સ જેવા અન્ય વિભાગનો પણ હવાલો હતો.

પરંતુ કમિશનર વિજય નહેરાએ ઝોન કક્ષાના પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તમામ આસિસ્ટન્ટ કમિશનરના જે તે વિભાગના હવાલા પરત ખેંચીને ફક્ત ઝોન પૂરતા મર્યાદિત કરાયા છે.

હવે પ્રત્યેક વોર્ડ માટે ઊચ્ચ અધિકારીની પ્રભારી તરીકે ‌કરાયેલી નિમણૂક કમિશનર નહેરાની સામાન્ય સુખાકારીનાં કામોના ઝડપી ઉકેલ લાવવા માટેની કટિબદ્ધતા દાખવે છે તેમ પણ જાણકાર સૂત્રો કહે છે.

divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

1 hour ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

2 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

2 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

2 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

2 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

2 hours ago