મ્યુનિ. સંચાલિત હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટર્સના હવાલે કરાશે

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા બાદ પણ નાગરિકોમાં ત્યાંની ગંદકી, ઊભરાતી ગટર, વોશ બેસિનના તૂટેલા નળ, બંધ પંખા, એસી સહિતનાં લાઇટનાં ઉપકરણો વગેરેના કારણે કાયમ તંત્ર સામે આક્રોશ જોવા મળે છે.

કેટલાક હોલની ઉપરની છતના પોપડા પડું-પડું થાય તેવા હોય કે પછી ફ્લો‌િરંગના ટાઇલ્સ ઉખડેલા હોય તો પણ સત્તાવાળાઓ તેના મેન્ટેનન્સના મામલે ખાસ જાગૃત ન હતા, જોકે આ મામલે ખુદ શાસક ભાજપમાંથી ફરિયાદોના ઢગલેઢગલા થતાં શાસકોએ મેન્ટેનન્સ, સાફ-સફાઇ તેમજ સુરક્ષા એમ ત્રણેય મહત્ત્વપૂર્ણ પાસાંઓનો હવાલો ખાનગી કોન્ટ્રાક્ટર્સને સોંપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપનએર થિયેટરનું ખાનગીકરણ કરવા પાછળનો આશય લોકોની સેવા કરવાનો હોવાનો દાવો પણ સત્તાધીશોએ કર્યાે છે.

તંત્ર દ્વારા શહેરીજનો ઘરઆંગણે લગ્ન જેવા માંગલિક પ્રસંગોને હરખભેર ઊજવી શકે તેવા આશયથી છેલ્લાં કેટલાંક વર્ષથી બજેટમાં નવા કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટના નિર્માણની જાહેરાત કરાય છે. શહેરના કુલ ૬૪ વોર્ડ હોઇ સત્તાવાળાઓ વોર્ડદીઠ એક કોમ્યુનિટી હોલની સુવિધા નાગરિકોને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લે નિકોલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે વેજલપુર જેવા વોર્ડમાં કોમ્યુનિટી હોલ ન હોઇ ત્યાં પણ હોલની સગવડ આપવાની કવાયત હાથ ધરાઇ છે.

જોકે તંત્રના કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટને ભાડે લેનારા નાગરિકોમાં સતત એક અથવા બીજા પ્રકારની ફરિયાદ રહે છે, જેના કારણે તંત્રે સિવિલ, ઇલે‌િકટ્રક, સાફ-સફાઇ તેમજ સિક્યો‌િરટી વગેરે માટે જે તે વિભાગને જવાબદારી સોંપી છે, પરંતુ આ વિભાગની વચ્ચે સંકલન જળવાતું નથી.

બાથરૂમ-ટોઇલેટ ગંદાં- ગોબરાં હોય કે તેમાં પાણી ન આવતું હોય કે નળ પણ ગાયબ હોય કે ઊભરાયેલી ગટર કે પછી બલ્બ, ટ્યૂબલાઇટ ઊડી ગઇ હોય, હોલની ચોખ્ખાઇ જળવાયેલી ન હોય કે પછી પૂરતી સિક્યો‌િરટીના અભાવે નધણિયાતા બનેલા હોલ-પાર્ટી પ્લોટમાંથી નાની-મોટી વસ્તુઓ ચોરાઇ જતી હોઇ આવા વિવિધ પ્રશ્નના કારણે નાગરિકોમાં વધુ અસંતોષ જોવા મળે છે. છેવટે આ બાબતની ગંભીર નોંધ સત્તાવાળાઓએ લેતાં પહેલાં કાંકરિયાનું સાંઇ ઝુલેલાલ ઓપનએર થિયેટર અને બળવંતરાય ઠાકોર કોમ્યુનિટી હોલમાં બુ‌િકંગ, ડેકોરેશન અને કેટ‌િરંગની વ્યવસ્થા સિવાયની બાબતોમાં ખાનગીકરણને અપનાવાયું હતું.

સત્તાવાળાઓનો આ પ્રયોગ સફળ નિવડતાં હવે પાલડીનો નરોત્તમ ઝવેરી હોલ, વસ્ત્રાપુરનું ક્ષેમુ દિવેટિયા એમ્ફી થિયેટર, રાણીપનો કોમ્યુનિટી હોલ, બહેરામપુરાનો લાલજીભાઇ પરમાર હોલ, વાસણાના પાર્ટી પ્લોટ સહિતના વધુ ૪પ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, ઓપનએર થિયેટરનાં સિવિલ-ઇલેક્ટ્રિકલ, સાઉન્ડ સિસ્ટમ, ગાર્ડન-લોનના મેન્ટેનન્સ, સ્ટેજ, પડદા, બારી-બારણાં, ફલોરિંગ, ફર્નિચર, ઓવર હેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકીની સાફ-સફાઇ, પરિસરમાં આવેલી લોન, ફૂલછોડ, વોક-વે વગેરેની માવજત, હોલની પાર્કિંગ વ્યવસ્થા સહિતની સિક્યો‌િરટીની જવાબદારીનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ ખાનગી કોન્ટ્રાક્ટરને અપાશે. આ તમામ સ્થળોનાં બુ‌િકંગ અને ડેકોરેશનની વ્યવસ્થા કોર્પોરેશન સંભાળશે, જ્યારે કેટ‌િરંગની જવાબદારી જે તે બુ‌િકંગ કરાવનાર નાગરિકની રહેશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, હોલ-પાર્ટી પ્લોટની વ્યવસ્થાના ખાનગીકરણનો હેતુ તંત્રની આવક વધારવાનો નથી, પરંતુ શહેરીજનોને સારી સુવિધા આપવાનો છે. એક પણ બુ‌િકંગ કરાવનાર નાગરિકની તૂટેલા ફર્નિચર, ઊભરાતી ગટર, ગંદકી જેવી કોઇ પણ ફરિયાદ ન ઊઠે અને પૂરતું મેન્ટેનન્સ, સાફ-સફાઇ મળી રહે તેવા આશયથી લગ્ન પ્રસંગ માટે ઉપયોગમાં લેવાતા વધુ ૪પ હોલ-પાર્ટી પ્લોટમાં કેટ‌િરંગ-ડેકોરેશન અને બુ‌િકંગ સિવાયની તમામ વ્યવસ્થા ખાનગી કોન્ટ્રાક્ટરને સોપાશે. આગામી દિવસોમાં આ યાદીમાં નવા હોલ-પાર્ટી પ્લોટ પણ ઉમેરાશે.

હોલ-પાર્ટી પ્લોટની યાદીઃ
નરોત્તમ ઝવેરી કોમ્યુ. હોલ, પાલડી
સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયા એમ્ફી થિયેટર, વસ્ત્રાપુર
રાણીપ કોમ્યુ. હોલ, રાણીપ
ખંડુભાઇ દેસાઇ કોમ્યુ. હોલ, અસારવા
નિકોલ કોમ્યુનિટી હોલ, નિકોલ
વાડજ કોમ્યુ. હોલ, નવા વાડજ
લાખાજી કુંવરજી કોમ્યુ. હોલ, બારડોલપુરા
મંગળદાસ પટેલ કોમ્યુ. હોલ, મેઘાણીનગર
લાલજીભાઇ પરમાર કોમ્યુ. હોલ, બહેરામપુરા
કુશાભાઉ ઠાકરે ઓડિટોરિયમ હોલ, સીટીએમ
કુશાભાઉ ઠાકરે કોમ્યુનિટી હોલ, સીટીએમ
વાડજ પાર્ટી પ્લોટ, નવા વાડજ
કાળી ગામ કલ્ચરલ સેેન્ટર, કાળી ગામ
વાસણા પાર્ટી પ્લોટ, વાસણા
લાયન શરદ મહેતા પાર્ટી પ્લોટ, મેમનગર
પંંડિત દીનદયાલ કોમ્યુનિટી હોલ, કાળી ગામ
સાબરમતી બેન્ક પાર્ટી પ્લોટ, સાબરમતી
ઇન્દુલાલ યાજ્ઞિક કોમ્યુ. હોલ, બાપુનગર
નરોડા કોમ્યુ. હોલ, નરોડા
સરદારનગર કોમ્યુ. હોલ, સરદારનગર
નંદલાલ વાધવા કોમ્યુ. હોલ, ઠક્કરનગર
નરોડા પાર્ટી પ્લોટ, નરોડા
સ્વ. અમૃતભાઇ મગનભાઇ પાર્ટી પ્લોટ, સરસપુર
વાસુદેવ ત્રિપાઠી કોમ્યુ. હોલ, શાહપુર
વસંતરજબ કોમ્યુ. હોલ, જમાલપુર
વિઠ્ઠલદાસ એસ. પટેલ પાર્ટી પ્લોટ, મેઘાણીનગર
ગિરધરનગર પાર્ટી પ્લોટ, ગિરધરનગર
ભવાનસિંહ બાપુ પાર્ટી પ્લોટ, શાહપુર દરવાજા બહાર
દરિયાપુર કોમ્યુનિટી હોલ, દરિયાપુર દરવાજા બહાર
બાબાસાહેબ આંબેડકર હોલ, દાણીલીમડા
એચ.એલ. પાર્ટી પ્લોટ, ઇસનપુર
પાર્થ પાર્ટી પ્લોટ, ખોખરા
લીલાધર ભટ્ટ કોમ્યુનિટી હોલ, બહેરામપુરા
પુનિતનગર પાર્ટી પ્લોટ, પુનિતનગર
બહેરામપુરા પાર્ટી પ્લોટ, બહેરામપુરા
શ્યામાપ્રસાદ વસાવડા પાર્ટી પ્લોટ, ખોખરા
અર્બુદાનગર મ્યુનિ. પાર્ટી પ્લોટ, અર્બુદાનગર
વસ્ત્રાલ પાર્ટી પ્લોટ, વસ્ત્રાલ
શ્રમિક પાર્ટી પ્લોટ, અમરાઇવાડી
સ્વ.પ્રહ્લાદસિંહ બુદ્ધસિંહ પાર્ટી પ્લોટ, અમરાઇવાડી
સ્વામી વિવેકાનંદ પાર્ટી પ્લોટ, રામોલ-હાથીજણ
ભાઇપુરા કોમ્યુનિટી હોલ, ભાઇપુરા
શહીદ વીર મંગલ પાંડે પાર્ટી પ્લોટ, નિકોલ
શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ, નિકોલ

You might also like