મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ રિપ્લેશમેન્ટ સહાયમાં ઘટાડો કરાયો છે.

ગત તા.૩૦ માર્ચ, ર૦૧૭ના તંત્રના સર્ક્યુલર મુજબ એક ઘૂંટણના ઇમ્પ્લાન્ટ રિપ્લેશમેન્ટ માટે મહત્તમ રૂ.૧.ર૬ લાખ અને એક ઘૂંટણના ઇમ્પ્લાન્ટ રિપ્લેશમેન્ટ માટે મહત્તમ રૂ.૯૦,૮પ૦ અથવા ખરેખર રકમ પૈકી, જે ઓછી હોય તે મંજૂર કરાતી હતી, પરંતુ આ ની‌િતને હવે રદ કરાઇ છે.

તંત્રના ગત તા.૧પ નવેમ્બર, ર૦૧૮ના સર્ક્યુલર નંબર-૬૦ મુજબ હવે એક ઘૂંટણ-થાપા માટે રૂ.૪૦,૦૦૦ અને બન્ને ઘૂંટણ-થાપા માટે રૂ.૮૦,૦૦૦ અથવા થયેલી દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને કુલ ખર્ચ પૈકી જે ઓછી હોય તે રકમ મે‌િડકલ ‌રિઅેમ્બર્સમેન્ટ તરીકે મંજૂર કરાશે.

જાણકાર સૂત્રો કહે છે, વી.એસ. હોસ્પિટલમાં ઘૂંટણના ઇમ્પ્લાન્ટ રિપ્લેશમેન્ટ માટે રૂ.૭૦,૦૦૦ અને થાપાના ઇમ્પ્લાન્ટ રિપ્લેશમેન્ટ માટે રૂ.૬૦,૦૦૦ની રકમ ખર્ચાતી હોઇ એક પ્રકારે સત્તાવાળાઓની નવી નીતિથી મે‌િડકલ રિઅેમ્બર્સમેન્ટની રકમમાં અગાઉની સરખામણીમાં ખાસ્સો ઘટાડો કરાયો છે.

એક અંદાજ પ્રમાણે વી.એસ. હોસ્પિટલમાં દર મહિને ઘૂંટણના ત્રીસ અને થાપાના પંદર ઓપરેશન થતાં હોઇ મ્યુનિસિપલ સ્ટાફ, કોર્પોરેટરો અને તેમના આશ્રિતો માટે ઓપરેશન ખર્ચ અને રહેવાનું મફત હોવા છતાં મેડિકલ ‌િરઅેમ્બર્સમેન્ટમાં તંત્રે નોંધપાત્ર ઘટાડો કરવાથી ભાજપના કોર્પોરેટરોમાં પણ રોષ ફેલાયો છે. બીજી તરફ તંત્ર કહે છે, રાજ્ય સરકારના આદેશથી નવો સર્ક્યુલર પ્રસિદ્ધ કરાયો છે.

You might also like