મગ હવે સેન્ચુરી પાર કરવાની તૈયારીમાં

અમદાવાદ: તુવેરની દાળના ભાવમાં ભલે ટૂંકા દિવસોમાં આંશિક રાહત જોવા મળી હોય, પરંતુ હવે મગ અને મગની દાળ સેન્ચુરી વટાવવાની તૈયારી કરી રહ્યા છે.  પાછલા એક-બે મહિનાથી મગ અને મગની દાળના ભાવમાં તેજી તરફી ચાલ જોવા મળી છે અને હવે પ્રતિકિલોએ સ્થાનિક બજારમાં રૂ. ૧૦૦નો ભાવ વટાવે તેવી શક્યતા છે.

સ્થાનિક છુટક બજારમાં હાલ મગ પ્રતિ કિલોએ રૂ. ૯૫થી ૧૦૦ના મથાળે જોવા મળી રહ્યા છે, જ્યારે મગની ફોતરાવાળી દાળનો ભાવ રૂ. ૯૦થી ૯૮ પ્રતિકિલોના ભાવે જોવા મળી રહી છે, જ્યારે મગની મોગર દાળનો ભાવ પણ રૂ. ૯૫થી ૯૮ની સપાટીએ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક માધુપુરા બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે મગના ભાવમાં પાછલા કેટલાક સમયથી એકધારી તેજી જોવા મળી છે અને પાછલાં ચારથી આઠ સપ્તાહમાં પ્રતિકિલોએ રૂ. ૧૦થી ૨૦નો વધારો જોવાઇ ચૂક્યો છે.  આગામી દિવસોમાં હોલસેલ બજારમાં જો આ તેજી જોવા મળી તો મગના ભાવ સેન્ચુરી વટાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
હાલના એક મહિના
ભાવ (રૂ.)       અગાઉ (રૂ.)
મગ               ૯૫-૧૦૦        ૮૦-૯૦
મગ દાળ
(ફોતરા)         ૯૦-૯૮         ૮૫-૯૦
મગ દાળ
(મોગર)         ૯૫-૯૮        ૮૫-૯૦

You might also like