મુંબઈના યુવાનને ગૂગલ તરફથી રૂ.1.2 કરોડના પેકેજની ઓફર

(એજન્સી)મુંબઈ, શનિવાર
મુંબઈના ર૧ વર્ષીય યુવાન અબ્દુલા ખાન સાથે. આશ્ચર્યની વાત તો એ છે કે આઇઆઇટીમાં સામેલ થવા માટેની પરીક્ષા તે પાસ કરી શક્યો નહોતો છતાં ગૂગલે તેને રૂ.૧.ર કરોડના પેકેજની ઓફર કરી હતી. ચાલુ અઠવાડિયે ખાનને ગૂગલની લંડન ઓફિસથી નોકરીની ઓફર કરાઇ હતી.

આ પેકેજ કોઇ બિન આઇઆઇટી એન્જિનિયરિંગ કૉલેજના ગ્રેજ્યુએટને મળતા પેકેજ કરતા અંદાજે ૩૦ ગણા વધુ છે. સામાન્ય રીતે આવા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ચાર લાખની ઓફર મળતી હોય છે. શ્રી એલ. આર. તિવારી એન્જિનિયરિંગ કોલેજ, મીરારોડના વિદ્યાર્થી ખાનને ગૂગલે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો.

તેની પ્રોફાઇલ એવી સાઇટ પર હતી જે પ્રોગ્રામિંગ સંબંધિત સ્પર્ધાઓનું આયોજન કરે છે. તે સાઇટ પરની ખાનની પ્રોફાઇલ ગૂગલના રિક્રૂટર્સને ગમી ગઇ અને તેનો ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. ત્યાર બાદ તેને ચાલુ મહિને ગૂગલની લંડનની ઓફિસમાં ફાઇનલ સ્ક્રીનિંગ માટે તેને બોલાવવામાં આવ્યો હતો. ખાને ધો.૧રસુધીનું શિક્ષણ સાઉદી અરબમાં લઇ અને ત્યાર પછી મુંબઈમાં આવ્યો હતો.

‘હું ફક્ત મસ્તીમાં આવી સાઇટ પરની સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો. મને તો ખબર પણ નહોતી કે કંપનીઓ આવી સાઇટ પરની પ્રોફાઇલ પણ તપાસતી હોય છે. મારી મારે નવું શીખવા માટેની ઉત્તમ તક છે’, એમ ખાને આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું.

You might also like