મુંબઇમાં મહિલા પત્રકારને ટ્વિટર પર રેપની ધમકી

મુંબઇ: એક વરિષ્ઠ મહિલા પત્રકારને ટ્વિટર પર રેપની ધમકી આપવામાં આવી છે. મહિલા પત્રકારે આ અંગે ટ્વિટ કર્યું છે અને પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ સઘન બનાવી છે. મહિલા પત્રકારે જણાવ્યું હતું કે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં પત્રકારો સાથે થયેલ મારપીટના વિરોધમાં મુંબઇમાં થઇ રહેલા દેખાવોમાં તે જોડાઇ હતી. ત્યાંથી પરત આવીને આ વિરોધ દેખાવો અંગે જ્યારે તેણે ટિ્વટ કર્યું હતું. ત્યાર બાદ તેને ટ્વિટર પર બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારે લખ્યું હતું કે આગામી એકાદ બે દિવસમાં તારા પર બળાત્કાર કરવામાં આવશે. તું તારી ઔકાતમાં રહે.  આ અંગે જાણકારી મળ્યા બાદ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં તે ટ્વિટર હેન્ડલ ચલાવનાર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

You might also like