દેશના સૌથી ધનાઢય શહેરમાં મુંબઇ પ્રથમ, બીજા નંબર પર દિલ્હી

નવી દિલ્હી : ભારતની આર્થિક રાજધાની મુંબઇ દેશનું સૌથી ધનાઢ્ય શહેર બન્યું છે. મુંબઇમાં 46 હજાર કરોડપતિ તેમજ 28 અરબપતિ રહે છે. એક રિપોર્ટ અનુસાર મુંબઇની કુલ સંપત્તિ 820 અરબ ડોલર છે. ન્યૂ વર્લ્ડ વેલ્થ અનુસાર મુંબઇ દેશનું સૌથી પૈસાદર શહેર છે. જ્યારે દેશનું બીજુ પૈસાદર શહેર દિલ્હી બન્યું છે. જ્યારે બેંગલુરૂ ત્રીજા નંબરે છે. દિલ્હીમાં કરોડપતિની સંખ્યા 23 હજાર છે જ્યારે 18 અરબપતિનો સમાવેશ થાય છે. દિલ્હી કુલ સંપત્તિ 450 અરબ ડોલરની આંકવામાં આવી છે. જ્યારે બેંગલુરૂની કુલ સંપત્તિ 320 અરબ ડોલર છે. બેંગલુરૂમાં 7,700 કરોડપતિ જ્યારે આઠ અરબપતિ રહે છે. જ્યારે આ યાદીમાં હૈદરાબાદ 310 અરબ ડોલર સાથે ચોથા નંબર પર છે.

હૈદરાબાદમાં કરોડપતિઓની સંખ્યા 9 હજાર છે. જ્યારે અરબપતિ 6 છે. કલકોતામાં કરોડપતિની સંખ્યા 9,600 છે જ્યારે 4 અરબપતિ રહે છે. કલકોતાની કુલ સંપત્તિ 290 અરબ ડોલર આંકવામાં આવી છે. આ યાદીમાં અન્ય શહેરોમાં પુનાની કુલ સંપત્તિ 180 અરબ ડોલર છે. ત્યાં 4,500 કરોડ પતિ અને પાંચ અરબપતિ રહે છે. તો ચેન્નાઇની કુલ સંપત્તિ 150 અરબ ડોલર છે અને ત્યાં 6,600 કરોડ પતિ અને 4 અરબપતિ રહે છે. આ યાદીમાં અન્ય ઇમેજિંગ શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે તેમાં સુરત, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગોવા, ચંદીગઢ, જયપુર અને વડોદરાનો સમાવેશ થાય છે. દેશમાં કુલ સંપત્તિ 6,200 અરબ ડોલર છે. આ આંકડો ડિસેમ્બર 2016 સુધીનો છે. દેશમાં કુલ કરોડપતિની સંખ્યા 2,64,000 અને અરબપતિની સંખ્યા 95 છે.
http://sambhaavnews.com/

You might also like