મુંબઈ જેવા લાંબા ફલાયઓવરનું અમદાવાદમાં કોઈ આયોજન નથી

અમદાવાદ : આપણા અમદાવાદમાં જાહેર પરિવહનની કોઇ અસરકારક સિસ્ટમના અભાવે વધુ ને વધુ લોકો પોતિકા વાહન વસાવવાનું પસંદ કરે છે. પરિણામે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ અકલ્પનીય હદે વધ્યું છે. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કાર ફ્રી ડે જેવા પ્રયોગો પણ વિચારાધીન છે, પરંતુ કમનસીબે સત્ત્।ાધીશો મુંબઇસુરત જેવા શહેરોની જેમ લાંબા બ્રિજને બદલે માંડ પ૦૦૭૦૦ મીટરના બ્રિજના નિર્માણને વળગી રહ્યાછે. કોર્પોરેશન શહેરમાં રૂ.૧પ૦ કરોડના ખર્ચે આવા જ ત્રણ નવા બ્રિજ બનાવશે.

આમ તો અમદાવાદમાં કોર્પોરેશને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૪૭૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ બ્રિજનું નિર્માણ કર્યું છે. દિલ્હીની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા અગાઉ કરાયેલા એક સર્વેના આધારે કુલ ૩૪ ટ્રાફિક જંકશન ઉપર નવા અન્ડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવાઇ રહ્યા છે.જોકે આ વિભિન્ન બ્રિજના પ્રોજેકટમાં સત્ત્।ાવાળાઓ ફકત જે તે ટ્રાફિક જંકશન કે રેલવે ફાટકને ઓળંગતા બ્રિજ બનાવી રહ્યા છે. જે ફકત પ૦૦થી ૭૦૦ મીટર લાંબા હોઇ મુંબઇસુરતની જેમ ટ્રાફિકને શહેરના એક છેડાથી બીજા છેડા પર ફેંકી શકતા નથી.

આને લઇને જૂના સાંકડા ટીપી રસ્તાના કારણે વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં કરોડોના ખર્ચે બ્રિજ બાંધ્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે.તાજેતરમાં રાજય સરકાર સાથે મ્યુનિ. તંત્ર અને શાસકોની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા શહેરમાં રૂ.૧પ૦ કરોડના ખર્ચે નવા ત્રણ બ્રિજ માટેની દરખાસ્ત રજૂ કરાઇ હતી. જોકે બ્રિજ કયાં બનાવવા તેનો નિર્ણય હવે પછી લેવાશે.

સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ રાણીપબલોલનગર ખાતેના જીએસટી રેલવે ઓવરબ્રિજનિર્માણની કામગીરી ચાલી રહી છે. રાજય સરકારની આ યોજના હેઠળ પ્રતિવર્ષ કોર્પોરેશનને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો હાથ ધરવા અપાય છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧પ૧૬માં પણ મ્યુનિ. તિજોરીને રૂ.૬૦૦ કરોડથી વધુની ગ્રાન્ટ અપાઇ હતી.

ગાંધીનગરમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કોર્પોરેશનના સત્ત્।ાધીશોએ રાજય સરકાર સમક્ષ જૂની જેએનયુઆરએમ યોજના બંધ થવાથી તેમજ એનડીએ સરકારની અમૃતમ યોજનાના હજુ ઠામઠેકાણા પડતા ન હોઇ સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માગણી કરી છે.

You might also like