મુંબઈમાં મર્સિડીઝ કારે ફૂટપાથ પર સૂતેલા પાંચને કચડી નાંખ્યા

મુંબઈ : શહેરમાં હિટ એન્ડ રનનો એક વધુ કિસ્સો બન્યો છે. દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં ગઈ કાલે રાતે ધસમસતી જતી એક મર્સિડીઝ કારે ફૂટપાથ પર સૂતેલા પાંચ જણને કચડી નાખ્યા હતા. ચાર મહિલા, એક બાળક ઘાયલ થયાં છે, જેમાંના બે જણની હાલત ગંભીર છે.

 

આ અકસ્માત ગઈ મધરાતે લગભગ સવા બાર વાગ્યે બન્યો હતો. ઈજાગ્રસ્તોને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મર્સિડીઝ કારનો ડ્રાઈવર અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે. ડ્રાઈવર મુંબઈ મહાનગરપાલિકાનો કોઈક કોન્ટ્રાકટર હોવાનું મનાય છે.

 

બનાવ નજરે જોનારાઓએ જણાવ્યા મુજબ, તે કાર જે. જે. હોસ્પિટલથી સીએસટી રેલવે સ્ટેશનની દિશામાં જતી હતી ત્યારે ક્રાફર્ડ માર્કેટ નજીક મોહમ્મદ અલી રોડના નાકે ફૂટપાથ પર સૂતેલા લોકો પર તે ફરી વળી હતી. બેકાબૂ બની ગયેલી મર્સિડીઝે અન્ય બે કારને પણ ટક્કર મારી હતી. પોલીસે બેફામ ડ્રાઈવિંગ અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી મર્સિડીઝ કારના ડ્રાઈવરની શોધ શરૂ કરી દીધી છે

You might also like