મુંબઈ ઇન્ડિયન્સ સચીનનો જન્મદિવસ મનાવશે

મુંબઈઃ આઇપીએલની ફ્રેંચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ આજે ક્રિકેટના ભગવાન સચીન તેંડુલકરનો ૪૪મો જન્મદિવસ મનાવશે. સચીન આજે ૪૩મું વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. મુંબઈની ટીમ આજે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચ દરમિયાન સચીનના જન્મદિવસ મનાવશે. સચીન પણ આ જશ્નમાં હાજરી આપશે. મુંબઈની ટીમ પુણેને હરાવીને સચીનને જન્મદિનની ભેટ આપવા ઇચ્છે છે.

આ ઉપરાંત મુંબઈ ફ્રેંચાઇઝી દક્ષિણ મુંબઈની ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં પણ એક કાર્યક્રમનું આયોજન કરશે. વડોદરા અને મુંબઈનો ભૂતપૂર્વ ખેલાડી વાસુ પરાંજપે આ પ્રસંગે હાજર રહેશે. વાસુ એ મેચમાં રમ્યો હતો, જ્યારે સચીને મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં પદાર્પણ કરતા સદી ફટકારી હતી.

http://sambhaavnews.com

You might also like