હેલિકોપ્ટર ક્રેશમાં કોમામાં સરી પડેલા ગુજરાતીનું મોત

મુંબઈ: રવિવારે અારકોલોનીમાં હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઘવાયેલા ૩૩ વર્ષના રીતેશ મોદીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. રવિવારે તેમને સેવન હિલ્સ હોસ્પિટલમાં લાવવામાં અાવ્યા. ત્યારથી તેઅો કોમામાં હતા અને તેમને ભાનમાં લાવવાના ડોક્ટરના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

ક્રેશમાં તેમની ૩૧ વર્ષીય પત્ની વૃંદા ૩૦ ટકા દાઝી ગઈ હોવા છતાં તેની તબિયત સુધારા પર છે. રવિવારે અા કપલ મેરેજ એનિવર્સરી નિમિત્તે મુંબઈ દર્શન કરવા હેલિકોપ્ટર રાઈડની મજા માણી રહ્યું હતું. અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થયું. રીતેશ મોદીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઅો વેન્ટિલેટર પર હતા. તેઅો રાત્રે અા દુનિયા છોડી ગયા છે.

રીતેશ મોદી સીઅે હતા અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. સેવન હિલ્સ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાજ કરવાઅે જણાવ્યું કે અા અેક મેડિકો-લિગલ કેસ હોવાથી પોલીસને મૃત્યુ અંગે જાણ કરવામાં અાવી છે. પોલીસ સર્ટિફિકેટ અાપશે તો અમે મોતનું કારણ પ્રોમેટિક બ્રેઇન ઇન્જરી જાહેર કરીશું. અકસ્માતમાં ઘાયલ ટેક્નિશિયન સંજીવ શંકરને અાઈસીયુમાંથી અન્ય રૂમમાં ખસેડવામાં અાવ્યા છે અને તેમની જિંદગીને કોઈ જોખમ ન હોવાનું જણાવાયું છે.
રીતેશની પત્ની વૃંદા મોદી અાઈસીયુ રૂમમાં છે. તેમને ઘેનની દવા અાપવામાં અાવી રહી છે. વૃંદાને દાઝી જવાના કારણે ગળા, હાથ, હથેળી અને પીઠ પર ઇજા થઈ છે. વૃંદાની ક્ષતિગ્રસ્ત પેશીઅો અને શરીરમાં રહેલા બહારના પદાર્થોને હટાવવા એક સર્જિકલ પ્રોસેસ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like