Categories: Gujarat

મુંબઈમાં મુશળધાર વરસાદથી ટ્રેન-ફલાઈટનાં શેડ્યૂલ ખોરવાયાં

અમદાવાદ: મુંબઇમાં વરસેલા ભારે વરસાદના કારણે મુંબઇથી અમદાવાદ-રાજકોટ-કચ્છ આવતી જતી ટ્રેનોનાં શેડ્યૂલ ખોરવાયાં છે. તમામ ટ્રેન તેના નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે. પાલઘર અને દાદર ટ્રેક પર પાણી ભરાઇ જતાં આજે પણ ટ્રેન શેડ્યૂલ ખોરવાયેલું રહેશે તો બીજી તરફ ભારે વરસાદના કારણે ફલાઇટ ‌શેડ્યૂલ પણ ખોરવાયાં છે. ગઇકાલે બપોરથી અનેક ફલાઇટ ઉડાણ ભરી શકી નહતી. મુંબઇ એરપોર્ટ પર પાણી ભરાયું હોવાના કારણે આજે સવારે અમદાવાદથી મુંબઇ જતી બે ફલાઇટ રદ કરાતાં અનેક મુસાફર એરપોર્ટ પર અટવાઇ પડ્યા હતા. આજે અમદાવાદથી ઉપડતી ગુજરાત મેલ, દાદર-ભૂજ એકસપ્રેસ અને આવતી કાલની જયપુર-મુંબઇ સેન્ટ્રલ દુરંતો ટ્રેન રદ કરવામાં આવી છે.

આજે અમદાવાદથી મુંબઇ જતી જેટ એરવેઝની ૬.પપની અને ઇતીહાદ એરલાઇન્સની મુંબઇ જતી ૬.પપ સવારની ફલાઇટ રદ કરાઇ હતી. ઉપરાંત કુવૈત એરવેઝ, એરઇન્ડિયાની મુંબઇ જતી ફલાઇટ ચાર કલાક દિલ્હી જતી બ્લુ ડાર્ટ એવિએશનની ફલાઇટ એક કલાક, લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ત્રણ કલાક એર કેનેડા ત્રણ કલાક અને અમદાવાદથી દિલ્હી જતી ગો એરની ફલાઇટ નિયત સમય કરતાં એક કલાક મોડી ઉપડી હતી.

ચેન્નઇ, પુના, દિલ્હીથી ૩ ફલાઇટ અને કુવૈતથી અમદાવાદ આવેલી સવારની ફલાઇટ તેના નિયત સમય કરતા એક કલાકથી સાડા ચાર કલાક મોડી આવી હતી. ડબલ ડેકર એકસપ્રેસ, રાજધાની, અગસ્ટ ક્રાંતિ, મુંબઇ-સુરત ફલાઇંગ કવીન, મુંબઇ-વલસાડ, જયપુર સુપરફાસ્ટ, અવંતિકા એકસપ્રેસ, બાંદ્રા-બિકાનેર, રાણકપુર, બાન્દ્રા-જયપુર, ગરીબ રથ, બાન્દ્રા-જામનગર, બાન્દ્રા-ભૂજ, લોકશક્તિ, અરવલ્લી એકસપ્રેસ આવતી જતી તમામ ટ્રેન તેના નિયત સમય કરતાં એક થી પાંચ કલાક મોડી ચાલી રહી છે.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

4 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

4 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

4 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

5 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

5 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

5 hours ago