મુંબઈ હાઈકોર્ટે BCCIને કહ્યુંઃ અફવાથી કોઈ ખેલાડીને સસ્પેન્ડ ના કરી શકાય

મુંબઈ: મુંબઈ હાઈકોર્ટનું માનવું છે કે બીસીસીઆઇ ‘અફવાઓ’ના આધાર પર કોઈ ખેલાડી પર ગંભીર આરોપ લગાવીને તેને સસ્પેન્ડ કરી શકે નહીં અને અદાલતે દેશની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા બીસીસીઆઇને હિકેન શાહ સામે કરાયેલી આવી કાર્યવાહી સામે ફેરવિચારણા કરવા જણાવ્યું છે.

મુંબઈના બેટ્સમેન હિકેન શાહને જુલાઈ-૨૦૧૫માં બીસીસીઆઇએ સસ્પેન્ડ કરી દીધો હતો. તેને ભ્રષ્ટાચાર વિરોધી કલમ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. શાહે સસ્પેન્શનને પડકારીને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેને પોતાનો પણ રજૂ કરવાની તક આપવામાં આવી નથી.

”બીસીસીઆઇ માત્ર ‘સાંભળેલી વાત’ને આધારે કોઈ ખેલાડી સામે ગંભીર આક્ષેપો ન કરી શકે અને તેને સસ્પેન્ડ પણ ન કરી શકે” એવું ઠરાવીને મુંબઈ હાઈકોર્ટે બીસીસીઆઇને ક્રિકેટર હિકેન શાહે પોતાની વિરુદ્ધના આવાં પગલાં સામે સુનાવણી રાખવા કરેલી વિનંતી પર ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે.

મુંબઈના બૅટ્સમૅન હિકેનને બીસીસીઆઇએ જુલાઈ, ૨૦૧૫માં એક મેચમાંથી સસ્પેન્ડ કર્યો હતો. ત્યારે આ ક્રિકેટ સંસ્થાએ ખેલાડીઓ માટેની ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતાનો હિકેને ભંગ કર્યો હોવાનું જણાવીને તેની સામે આ પગલું ભર્યું હતું. હિકેને આ પગલાંને વડી અદાલતમાં પડકાર્યું હતું અને તેણે એવો દાવો કર્યો હતો કે તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ નથી અપાઈ.

ગત સોમવારે હિકેનની પિટિશન સુનાવણી માટે આવી ત્યારે ન્યાયાધીશો એસ. એમ. કેમકર અને જી. એસ. કુલકર્ણીની બેન્ચને એવું જણાવાયું હતું કે હજુ સુધી બીસીસીઆઇએ હિકેનની વિરુદ્ધ એક પણ સાક્ષીને બોલાવ્યો નથી અને એ સંબંધમાં આખરી નિર્ણય લેવાનો પણ હજુ બાકી છે. જસ્ટિસ કેમકરે કહ્યું હતું કે, ”વ્યક્તિના મૂળભૂત અધિકારોનો આ ભંગ કહેવાય. બે વર્ષથી હિકેન શાહે પરેશાની ભોગવી છે.

તમે (બીસીસીઆઇ) માત્ર કોઈની વાતને આધારે તેને સસ્પેન્ડ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ કોઈના પણ વિશે કંઈ પણ કહી શકે. એને આધારે કંઈ એ વ્યક્તિ સામે પગલાં ન લેવાય. કોઈ સ્પોર્ટ્સમૅન સાથે આવો વ્યવહાર ન થાય.” બીસીસીઆઇનું એવું કહેવું છે કે હિકેને આઇપીએલના એક ખેલાડીને ફિક્સિંગની ઑફર કરી હતી. એ ખેલાડીએ પોતાના ફ્રૅન્ચાઇઝીને એ વાત કરી હતી અને ફ્રૅન્ચાઇઝીએ બીસીસીઆઇની ઍન્ટિ-કરપ્શન યુનિટને આની જાણ કરી દીધી હતી.

You might also like