મુંબઇના આ 16 સ્થળોને જાહેર કર્યા ‘No selfie Zone’

મુંબઇ: મુંબઇ પોલીસે મહાનગરમાં તે 16 સ્થળો શોધી કાઢ્યા છે જે ફોટા લેવા માટે ખતરનાક છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરૂવારે આ જાણકારી આપતાં કહ્યું હતું કે સેલ્ફી લેતી વખતે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખતાં આ પગલું ભરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્થળોમાં સમુદ્ર તટના મુખ્ય ભાગોમાં બાંદ્રા બંદસ્ટેન્ડ, મરીન ડ્રાઇવ અને જૂહૂ ચોપાટીનો સમાવેશ થાય છે.

પોલીસ ગત મહિને શહેરમાં કેટલાક સ્થળો ‘નો સેલ્ફી જોન’ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેથી લોકોને સેલ્ફી લેતી વખતે પોતાના જીવને જોખમ નાખતા રોકી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ત્રણ છોકરી સમુદ્ર કિનારે એક પથ્થર પર ઉભા રહીને સેલ્ફી લેતાં સમય સંતુલન ગુમાવતાં પાણીમાં પડી જતાં મોત નિપજ્યું હતું. આ છોકરીઓને બચાવવ માટે કૂદેલા એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતું.

You might also like