પત્રકાર જેડેની હત્યા મામલે કોર્ટ બુધવારે સંભળાવી શકે છે ચુકાદો

મુંબઈમાં થયેલી પત્રકાર જેડેની હત્યા મામલે 7 વર્ષ બાદ આવતીકાલે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે,મકોકા કોર્ટના જજ સમીર અજકર આ મામલે પોતાની ચુકાદો આપશે.અભિયોજન પક્ષના કહેવા મુજબ પત્રકાર જેડેની હત્યા છોટા રાજનના ઈશારે કરવામાં આવી હતી.તો આ સમગ્ર મામલાની તપાસ કરી પોલીસે મકોકા કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,જેમાં છોટા રાજન સહિત 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સામે અનેક ગુના નોંધાયેલા છે.

ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલમાં બંધ રાજન તમામ મામલાની સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર રહે છે. આવતીકાલે પણ રાજન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ હાજર રહેશે.

You might also like