મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ

મુંબઇ: આતંકી દેશની સુરક્ષામાં મોટી ચોરી કરવાના પ્રયત્નમાં છે. આ વખતે આતંકીઓના નિશાના પર દેશના મોટા એરપોર્ટ છે. મુંબઇ, ચેન્નાઇ અને હૈદરાબાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણેય એરપોર્ટ પર વિમાન હાઇજેક કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આશંકા બાદ સુરક્ષાતંત્ર સ્ક્રિય થઇ ગયું છે. ત્રણેય એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. યાત્રીઓની સુરક્ષા માટે જરૂરી એવા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે એક મહિલાએ પોલીસને ઇમેલ કરીને જાણકારી આપી છે કે એને 6 લોકોને આ ત્રણેય એરપોર્ટ પર વિમાન હાઇજેકની યોજના બનાવતાં સાંભળ્યું છે. વાતચીતમાં મહિલાએ સાંભળ્યું કે પહેલા મુંબઇ પછી ચેન્નાઇ અને બાદમાં હૈદરાબાદ એરપોર્ટ પર હાઇજેકને અંજામ આપવામાં આવશે. શંકાસ્પદ લોકોની ચર્ચામાં આ ઘટનાને અંજામ આપવા માટે આજ રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર કુલ 23 લોકોની ટીમ ત્રણેય એરપોર્ટ પર વિમાન હાઇજેક કરવાની યોજનામાં છે.

સીઆઇએસએફના મહાનિદેશક ઓપી સિંહે પુષ્ટિ કરી છે કે આ ત્રણેય એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સિંહે કહ્યું કે, ‘કેટલાક સુરક્ષા ઉપાયો પણ લાગૂ કરવામાં આવ્યા છે. યાત્રીઓમાં દોડધામ ના થાય એ માટે નિયંત્રણ વ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવી છે. તૈનાત સુરક્ષા કર્મીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.’


http://sambhaavnews.com/

You might also like