મુંબઇ રાજભવનમાં છે અંગ્રેજોના સમયની બંકર

મુંબઇઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે માલાબાર હિલ સ્થિત રાજભવન પરિસરમાં અંગ્રેજોના સમયની 150 મીટર લાંબી એક બંકર શોધી કાઢી છે. જે કેટલાય દશકોથી બંધ હાલતમાં છે. આ બંકરમાં અંગ્રેજી શાસનકાળના હથિયારો રાખવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખુદ આ બંકરને જોવા આવ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ રાવ પણ હતા.

રાવ પોતાની પત્ની વિનોદા સાથે આ બંકર જોવા ગયા હતા. ત્યાર બાદ રાજ્યપાલે તેને સંરક્ષિત કરવા માટે વિવિધ ક્ષેત્રો નિષ્ણાંતો સાથે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે આ બંકરને ત્યારે ખોલવાની સૂચના આપી હતી. જ્યારે ત્રણ મહિના પહેલાં રાજ્યભવનની અંદર કોઇ સુરંગ હોવાની વાત સામે આવી હતી.

અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 12 ઓગસ્ટે રાજ્યભવનના લોક નિર્માણ વિભાગના કર્મચારીઓએ બંકરને બંધ કરનારી એક દિવાલને ખોલી હતી. એક ભૂમિગત સુરંગની જગ્યાએ ત્યાં વિવિધ આકારના 12 રૂમો વાળી એક બંકર ત્યાં મળી આવી છે.

You might also like