2 દિવસ માટે બંધ રહેશે મુંબઇનું એરપોર્ટ, જાણો કારણ

જો તમે મુંબઇ એરપોર્ટ પરથી 9 અને 10 એપ્રિલના બહાર જવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. વાસ્તવમાં 9 અને 10 એપ્રિલના સવારના 11થી સાંજે 5 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( મુંબઇ એરપોર્ટ)નો મેન રનવે બંધ રહેશે. ચોમાસા પહેલા સમારકામ કરવાના કારણથી સોમવાર અને મંગળવારના 6 કલાક માટે બંધ રાખવામાં આવશે.

જાણકારી અનુસાર, એરપોર્ટના સમારકામ વિશે તમામ એરલાઇન્સને પહેલાથી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ( MIAL)ની તરફથી સૂચિત કરવામાં આવ્યુ છે. જોકે મુંબઇ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે, એવામાં મુસાફરોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ જ કારમથી MIALએ અપીલ કરી છે કે, ”તમામ મુસાફરો પોતાની એરલાઇન્સના સંપર્કમાં રહે.”

 

વાસ્તવમાં 6 કલાક મેન રનવે બંધ હોવાના કારણે કેટલીક એરલાઇન્સને પોતાની ઉડાનો રદ્દ કરી છે તો કેટલીક સમયમાં બદલાવ કર્યો છે. એવામાં મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની એરલાઇન્સના સંપર્કમાં રહે અને બદલાયેલા સમય વિશે જાણકારી મેળવતા રહે. તમને જણાવી દઇએ કે, મુંબઇ એરપોર્ટ પર સામાન્ય રીતે દરરોજ 970 વિમાનની અવરજવર થાય છે.

આ એરપોર્ટ પણ રહેશે બંધ:
મુંબઇ એરપોર્ટ ઉપરાંત ચંડીગઢ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનો માર્ગ 12 મે થી 31 મે સુધી બંધ રહેશે. કાલીકટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક 15 જૂનને બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બંધ રહેશે. જયપુર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પણ 31 મે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.

You might also like