મુંબઈ એરપોર્ટ પર નમાજને લઈ હંગામોઃ ભાજપના નેતાનાં ધરણાં

મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નમાજ પઢવાના વિરોધમાં ભાજપના નેતા વિનીત ગોયેન્કાએ ધરણાં કર્યાં હતાં. સાથે જ મુંબઇ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સીઆઇએસએફના જવાનો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ભાજપના નેતા વિનીત ગોયેન્કા પત્ની સાથે મુંબઇ એરપોર્ટથી દિલ્હી જવા એર ઇન્ડિયાની ફલાઇટ પકડવા જઇ રહ્યા હતા ત્યારે અચાનક બે શખ્સ ગેંગ વેમાં નમાજ પઢવા લાગ્યા હતા. વિનીત ગોયેન્કાએ તેનો વિરોધ કર્યો હતો. સાથે જ લગેજની તપાસ દરમિયાન વિનીત ગોયેન્કાએ તેની ફરિયાદ સીઆઇએસએફના જવાનોને પણ કરી હતી.

વિનીત ગોયેન્કાએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર નમાજ પઢવા માટે અલગ જગ્યા હોવા છતાં ગેંગ વેમાં કેમ નમાજ પઢવામાં આવે છે. ત્યારબાદ વિનીત ગોયેન્કાએ સીઆઇએસએફના જવાનો સાથે બોલાચાલી થઇ હતી. વિનીત ગોયેન્કાએ પોતાની ફલાઇટ જવા દીધી હતી અને એરપોર્ટમાં જ ધરણાં પર બેસી ગયા હતા. તેમણે શનિવારે રાત્રે ૮-૦૦ વાગ્યાથી રવિવારે સવારે ૧૧ વાગ્યા સુધી ધરણાં કર્યાં હતાં. સાથે જ તેમણે સીઆઇએસએફ શશિસિંહ અને એક અન્ય જવાન વિરુદ્ધ મુંબઇ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી હતી, જોકે સીઆઇએસએફએ આ અંગે કંઇ કહેવા ઇનકાર કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like