મુંબઇ માટે ૪ ઓકટોબરથી ૧૪ અપડાઉન સ્પેશિયલ ટ્રેન દોડશે

અમદાવાદ: ઓકટોબર માસથી શરૂ થઇ રહેલા દિવાળીના તહેવારોને અનુલક્ષીને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા ખાસ હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેનું બુકિંગ ગઇ કાલથી શરૂ થઇ ગયું છે.

ઓખા-બાંદ્રા પહેલી વીકલી સ્પેશિયલ ટ્રેન ૪ ઓકટોબરથી ૧પ નવેમ્બર સુધીમાં સાત ટ્રિપ કરશે. આ ટ્રેન ઓખાથી દર મંગળવારે સવારે ૧૧-રપ કલાકે વાયા અમદાવાદ થઇ બીજા દિવસે સવારે ૬-૧પ કલાકે પહોંચશે.

એવી જ રીતે બાન્દ્રા-ઓખા વીકલી સ્પેશિયલ ટ્રેન પ ઓકટોબરથી ૧૬ નવેમ્બર સુધીમાં સાત ટ્રિપ કરશે. જે દર બુધવારે ઉપડશે. આ હોલિડે સ્પેશિયલ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોરીવલી બંને તરફની મુસાફરીમાં સ્ટોપેજ કરશે. આ ટ્રેનમાં એક એસી, આઠ સ્લીપર, બે જનરલ અને બે લગેજ વાન હશે. જેનું બુકિંગ શરૂ થઇ ગયું છે.

You might also like