આવતા મહિનેથી ચાલુ થશે મુંબઇ- અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ

નવીદિલ્હી : અમદાવાદ અને મુંબઇ વચ્ચે ચાલનારી પહેલી બુલેટ ટ્રેન યોજનાનું નિર્માણ કાર્ય આવતા મહિનાથી ચાલુ થઇ જશે. જાપાનનાં વડાપ્રધાન શિંજો આબે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ભુમિ પુજન કરશે. આ સાથે જ આ બહુપ્રતીક્ષિત હાઇસ્પીડ ટ્રેન યોજનાને 2023માં પુરૂ કરવાની ગણત્રી ચાલુ થઇ જશે. રેલ્વે મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીક સુત્રો અનુસાર વડાપ્રધાન શિંજો અબે સપ્ટેમ્બરમાં ભારત આવી રહ્યા છે.

ભારત મુલાકાત દરમિયાન તેઓ 12-20 સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું ભુમિપુજન તથા શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. રેલ્વે મંત્રી સુરેશ પ્રભુનાં અનુસાર આમ તો કુલ 508 કિલોમીટર લાંબી આ યોજનાનું 92 ટકા (468 કિલોમીટર) એલિવેટેડ હશે. પરંતુ મુંબઇની અંદરનો 2 ટકા હિસ્સો (13 કિમી) જમીન પર તથા 6 ટકા (27 કિલોમીટર) સમુદ્રીની નીચે સુરંગમાંથી પસાર થશે.

જમીન સંપાદનનું મોટા ભાગનું કામ પુરૂ કરી દેવાયું છે. માટે યોજનામાં હવે કોઇ અડચણ આવે તેવી શક્યતાઓ નથી. પ્રભુએ લોકસભામાં સાંસદોને પણ આશ્વસ્ત કર્યા કે સુરક્ષા પર સંપુર્ણ નજર છે. નવી કિંમતો અનુસાર અમદાવાદ -મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર હવે 1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતાઓ છે.

You might also like