મલ્ટિપ્લેક્સની ટિકિટમાં થઈ શકે છે 40 ટકા સુધીનો ભાવવધારો

નવી દિલ્હી: ફિલ્મ જોવા જાવ ત્યારે મલ્ટિપ્લેક્સમાં ફૂડ અને બેવરેજ લઇ જવાની મંજૂરી મળશે તો તમને ફિલ્મ જોવા માટે અગાઉની તુલનાએ ૨૦થી ૪૦ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. મલ્ટિપ્લેક્સમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને પીણાં લઇ જવાની મંજૂરી મળશે તો મલ્ટિપ્લેક્સની ફિલ્મ જોવાની ટિકિટોના દરમાં ૪૦ ટકા જેટલો વધારો થઇ શકે છે.

અગાઉ તમે મલ્ટિપ્લેક્સની ટિકિટ માટે સરેરાશ રૂ. ૨૦૦ ચૂકવતા હતા તેની સામે હવે રૂ. ૨૪૦થી રૂ. ૨૮૦ ચૂકવવા પડશે. ટિકિટના ભાવમાં તફાવત એટલા માટે હશે, કારણ કે અલગ અલગ મલ્ટિપ્લેક્સના કુલ બિઝનેસમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભાગીદારી પણ અલગ છે.

મલ્ટિપ્લેક્સમાં ખાદ્ય ચીજવસ્તુ લઇ જવાનો મામલો હાલ બોમ્બે હાઇકોર્ટમાં પડતર છે. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમ.એસ. મનીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે જો ખાદ્ય ચીજવસ્તુઓ લઇ જવાની મંજૂરી મળશે તો મલ્ટિપ્લેક્સને તેના દ્વારા થતી આવક ઘટશે અને આથી મલ્ટિપ્લેક્સના માલિકો ટિકિટના ભાવ વધારીને તે ખોટને ભરપાઇ કરશે.

You might also like