પુત્ર માટે ‘મુલાયમ’ પ્રેમ, 9મીથી કરશે પ્રચાર

નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાય સમયથી યાદવ પરિવારમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. સત્તા માટે અખિલેશે સાથેની તકરારમાં સપા પરથી નિયંત્રણ ગુમાવી ચૂકેલા મુલાયમ સિંહ યાદવ ફરી પુત્ર પર મહેરબાન થયા છે. કોંગ્રેસના ગઠબંધનનો વિરોધ કરી રહેલા મુલાયમ સિંહે પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા હા પાડી દીધી છે. સૂત્રોનું માનીએ તો 9 ફેબ્રુઆરીએ મુલાયમસિંહ ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

પહેલાં મુલાયમ સિંહએ સપા અને કોંગ્રેસના ગઠબંધનનો વિરોધ કર્યો હતો. હવે નેતાજીએ અખિલેશને આર્શિવાદ આપ્યાં છે. જો કે તે સ્પષ્ટ નથી કર્યું કે તેઓ પ્રચાર માત્ર સપા ઉમેદવારો માટે કરશે કે ગઢબંધન માટે કરશે. મુલાયમ સિંહ દિલ્હી છે. આ પહેલાં મુલાયમે પોતાના સમર્થકોને જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસને મળેલી 105 સીટો પર નામાંકન દાખલ કરશે.

યુપીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 11 ફેબ્રુઆરીએ થશે. તેનાં પહેલાં ચરણમાં પશ્ચિમી યૂપીમાં પ્રચાર અભિયાન તેજ છે. સીએમ અખિલેશ યાદવ, બીએસપી ચીફ માયાવતી પ્રચાર અભિયાન શરૂ કરી ચૂક્યા છે. બીજેપીમાંથી યોગી આદિત્યનાથ અને સંજીન બાલિયાન સહિત નેતાઓ ચૂંટણી અભિયાન શરૂ કરી ચૂક્યાં છે. પીએમ મોદી 4 ફેબ્રુઆરીથી મેરેથોન કેમ્પ શરૂ કરશે.

http://sambhaavnews.com/

You might also like