મુલાયમસિંહનો જન્મદિવસ, ફરી જોવા મળ્યો ‘અમરપ્રેમ’

સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહનો આજે જન્મદિવસ છે. જન્મદિવસના અવસર પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેફઇમાં એક રંગારંગ કાર્યક્રમમાં નેતાજીનો જન્મદિવસની ઉજવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય એ વાત રહી હતી કે મુલાયમસિંહના આ કાર્યક્રમના તેમના જૂના સાથી અમરસિંહ વિશેષરૂપમાં હાજર રહ્યા હતા. જ્યારે ગત જન્મદિવસની તૈયારી કરનાર આઝમ ખાન જોવા મળતા નહોતાં. મુલાયમસિંહ વિશેષ વિમાન દ્વારા લખનઉથી સૈફઇ પહોંચ્યા હતા જ્યા તેમના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપાના સુપ્રીમો મુલાયમસિંહને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી.

You might also like