મુલાયમ અખિલેશને મનાવવા લખનઉ જવા રવાના

નવી દિલ્હીઃ શિવપાલ યાદવના લખનઉ પહોંચ્યા બાદ સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ પણ લખનઉ જવા રવાના થઇ ગયા છે. મુલાયમ સિંહ શુક્રવારે લખનઉ જવાના હતા. જોકે સપામાં ચાલી રહેલા ઘમાસાણ અને અખિલેશના વલણને લઇને તેઓ આજે લખનઉ જવા રવાના થઇ ગયા છે. જોકે લખનઉ જતા પહેલાં સપા સુપ્રીમોએ જણાવ્યું છે કે શિવપાલ પ્રદેશ અધ્યક્ષ રહેશે. આ નિર્ણય રામ ગોપાલને મળ્યા બાદ લેવામાં આવ્યો છે.

સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમ સિંહએ અખિલેશને જાણ કર્યા વગર યૂપી અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. જેના કારણે અખિલેશ નારાજ છે. ત્યારે અખિલેજની નારાજગીને પગલે મુલાયમ પોતે લખનઉ પુત્રને મનાવવા માટે આવ્યાં છે. આ પહેલાં મુલાયમે અખિલેશને દિલ્હી બોલાવ્યા હતા. જો કે તે દિલ્હી ગયા ન હતા. ત્યારે રામ ગોપાલ યાદવ આજે ભત્રીજાને મનાવવા લખનઉ આવ્યા હતા. હવે પિતા પણ પુત્રને બેસાડીને સમજાવવા માટે લખનઉ આવ્યા છે.

આ અંગે રામગોપાલે જણાવ્યું છે કે જ્યારે મુખ્યમંત્રી અને નેતાજી સામ સામે બેસીને વાત કરી લેશે તો બધુ જ બરોબર થઇ જશે.  હાલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છે કે પિતા પુત્ર વચ્ચે વાતચીત બંધ થઇ ગઇ છે. જો કે રામગોપાલે આ વાતને નકારી છે અને કહ્યું છે કે આ વાતમાં કોઇ જ તથ્યતા નથી.

You might also like