મુલાયમની પુત્રવધૂએ ‘ઘૂમર’ પર કર્યો ડાન્સ, તો કરણી સેનાએ કરી બબાલ

સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતી રિલીઝ થતા પહેલા જ વિવાદના કારણે ચર્ચામાં આવી ગઈ છે. જો કે હાલમાં આ ફિલ્મની રિલીઝ ડેટ પાછી ખેંચવામાં આવી છે, પરંતુ આ ફિલ્મના ગીતનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મના ગીત ‘ઘૂમર ઘૂમર..’ પર સપાના નેતા મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવે કરેલો ડાન્સ ચર્ચામા આવી ગયો છે. અપર્ણાના ડાન્સ કર્યાં બાદ કરણી સેનાના પ્રમુખે મોટું નિવેદન આપી દીધું છે.

મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણાએ પોતાના ભાઈના લગ્નમાં આ ગીત પર ઘૂમર ડાન્સ કર્યો હતો. જો કે આ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે અપર્ણા પણ આ ફિલ્મના વિવાદનો ભાગ બની ગઈ છે. આ વીડિયો સૌ પ્રથમ એએનઆઈના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો, જેના બાદ તે વાયરલ થઈ રહ્યો છે.

સમાજવાદી પાર્ટીના નેતાની પુત્રવધુ અપર્ણા અત્યાર સુધી સિંગર તરીકે પ્રખ્યાત હતી, પરંતુ હવે તેમનો ડાન્સ પણ ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયો વાયરલ થતાં જ પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી રહેલા સંગઠનો સપા પરિવાર પર તૂટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે અપર્ણાના પતિ પ્રતિક મુલાયમ મુલાયમ સિંહની બીજી પત્ની સાધનાના પુત્ર છે.

કરણી સેનાના લીડર લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે, ‘જો તેમને (અપર્ણાને) આ રીતે રાજસ્થાની ગીત પર ડાન્સ કરવો હોય તો અમે તેમને ઓરિજીનલ ઘૂમર અને રાજસ્થાની ગીતો મોકલાવી દઈશું. રાજપૂત હોવા છતાં તેઓ લોકોની લાગણીની કદર કર્યાં વિના આ રીતે આવા ગીત પર ડાન્સ કરે છે.’

You might also like