નીતીશ મુદ્દે મુલાયમસિંહ યાદવે કર્યો ચોંકાવનારો ખુલાસો

લખનઉ : બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારનાં મુદ્દે સપા સંરક્ષણ મુલાયમસિંહ યાદવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યે કે મુખ્યમંત્રીનો ચહેરો બનવા માટે નીતીશ તેમની સામે રોયા હતા. તેમણે તેમ પણ કહ્યું કે લાલુ કોઇ પણ કીંમત પર નીતીશ પર ભરોસો કરવા માટે તૈયાર નહોતા. આ દરમિયાન તેમણે નીતીશ પર બિહારનાં મતદાતાઓની આંખમા ઘૂળ નાખવાનો આરોપ લગાવ્યો હતો.

મુલાયમસિંહે કહ્યું કે, લાલુ ઇચ્છતા હતા કે ચૂંટણી બાદ ધારાસભ્યોની સંખ્યા અનુસાર મુખ્યમંત્રી પસંદ કરવામાં આવે. અર્થ સ્પષ્ટ હતો કે લાલુ નીતીશની સાથે માત્ર ગઠબંધન ઇચ્છતા હતા. તેઓ મુખ્યમંત્રીનાં ચહેરા વગર ચુંટણીમાં જવા માંગતા હતા. તેની પાછળ લાલુની રણનીતિ હતી કે જો તેમની પાર્ટીને વધારે સીટમ મળે તો તેઓ પછીથી નીતીશ પર દબાણ કરી શકે. જો કે મુલાયમ દબાણમાં લાલુએ નીતીશની મંગ માની લીધી હતી.

નોંધનીય છે કે, 8 જૂન 2015એ મુલાયમસિંહનાં ઘરે લાલુ અને નીતીશની બેઠક થઇ હતી. જેમાં સીટોની વહેંચણીનાં મુદ્દે નિર્ણય થવાનો હતો. તેમાં સીટોની વહેંચણી ઉપરાંત તમામ વિપક્ષને એક કરવાની વાત ચાલી રહી હતી જેથી મુલાયમ તેનાં અધ્યક્ષ હતા.

You might also like