પિતા-પુત્ર લડશે અલગ અલગ ચૂંટણી, મુલાયમ-અખિલેશે શરૂ કરી તૈયારી

લખનઉઃ સમાજવાદી પાર્ટીમાં સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ થઇ ગયા બાદ હવે અખિલેશ અને મુલાયમની પાર્ટી અલગ અલગ ચૂંટણી લડશે. જે અંગે તેમણે તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીના નામ અને નિશાન પર સ્થિતિ સ્પષ્ટ થતાની સાથે જ અખિલેશ યાદવ પહેલાં અને બીજા ચરણમાં થનાર મતદાન વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નિકળશે.

મૂલાયમ સિંહ યાદવે ઓક્ટોમ્બર 1992માં ચંદ્રશેખરની સમાજવાદી જનતા પાર્ટીથી અલગ થઇને લખનઉમાં સમાજવાદી પાર્ટી બનાવી હતી. રજત જંયતી વર્ષમાં જ સપાના બે ભાગ પડી ગયા છે. સ્થાપનના 25 વર્ષમાં પિતા પુત્ર અલગ થઇ ગયા છે. જોકે મુલાયમે ગઇ કાલે એમ કહીને પાર્ટીના છૂટા પડવા અંગેની નૈતિક જવાબદારીથી જાતને અલગ કરી દીધા છે.

તેમણે કહ્યું હતું કે મારી પાસે જે હતું કે અખિલેશને આપી દીધું છે. હવે મારી પાસે શું વધ્યું છે? મને કાર્યકર્તા અને પ્રજા પર ભરોસો છે. જોકે મુલાયમ પોતાની પાર્ટીને એકજૂથ રાખવાના પ્રયાસો હજી પણ કરી રહ્યાં છે. જોકે હાલ બંને પક્ષે જે રીતનું વલણ જોવા મળી રહ્યું છે. તે જોતા બંને પક્ષ અલગ અલગ દળ અને અલગ અલગ ચિન્હ સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. બંને પક્ષે રામગોપાલ અને અમર સિંહને લઇને પોતાનો વિરોધ યથાવત્ છે.

home

You might also like