મુલાયમ અખિલેશમાં 3 કલાક ચાલેલી મેરેથોન બેઠક અનિર્ણિત : પરિસ્થિતી વણસી

લખનઉ : સમાજવાદી પાર્ટીનો વિવાદ સતત વકરી રહ્યો છે. મુલાયમસિંહ યાદવ અને યૂપી સીએમ અખિલેશ યાદવ વચ્ચે 3 કલાક ચાલેલી બેઠક કોઇ પરિણામ વગર જ પુરી થઇ હતી. સુત્રો અનુસાર બંન્ને પક્ષ પોતપોતાની શર્તોના મુદ્દે અડેલા છે. અખિલેશ રાજ્યમાં ટીકિટની વહેંચણીને પોતાનો એકાધિકાર માને છે. સાથે સાથે અમરસિંહને પાર્ટીમાંથી કાઢવા અને શિવપાલસિંહ યાદવને યૂપીનાં પ્રદેષ અધ્યક્ષ પદ પરથી હટાવવા માંગે છે. જ્યારે મુલાયમ તેના માટે તૈયાર નથી.

બીજી તરફ અખિલેશ જુથ રામગોપાલસિંહ યાદવને પાર્ટીમાં કોઇ પણ પ્રકારના સુલહનાં સમાચારોને ફગાવી દીધા છે. રામગોપાલે જણાવ્યું કે સમાજવાદી પાર્ટીમાં હજી સુધી કોઇ સમજુતી નથી થઇ. તેમણે કહ્યુ કે અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનાં નેતૃત્વમાં ચૂંટણી લડશે. રહી વાત ચૂંટણી ચિન્હની તો તેનો ફેંસલો ચૂંટણી પંચ પર જ છે.

સુત્રો અનુસાર અખિલેશે માંગ કરી કરે શિવપાલને પ્રદેશની રાજનીતિથી દુર રખાય અને તેમને કેન્દ્રમાં મોકલવામાં આવે. અખિલેશે અમરસિંહને પાર્ટીની બાહર કાઢવાની માંગ પણ બેવડાવી હતી. અખિલેશે અમરસિંહને પાર્ટીની બહાર કાઢવાની માંગ કરી હતી. મુલાયમની નારાજગીનો શિકાર થયેલ રામગોપાલ યાદવના મુદ્દે પણ અખિલેશે શરતો મુકી છે.

You might also like