જો કરવું છે અદ્દભુત ટ્રાવેલિંગ તો એક વાર અવશ્ય જઇ આવો મુક્તેશ્વર

દેવદારનાં જંગલોની વચ્ચે કેમ્પસમાં રહેવું, જાહેર માર્ગો પર આવેલા વૃક્ષો પરથી ફળો તોડવાં તેમજ પહાડ પર સ્થિત મંદિર સુધી ટ્રેકિંગ કરતા કરતા જવું અને બે તદ્દન સીધા પર્વતોની વચ્ચે દોરીનાં સહારે આ પારથી પેલે પાર જવું. જો તમે આવાં એડવેન્ચરથી ભરપૂર અનુભવોને હકીકતમાં જોવાં માંગતા હોવ તો હવે ચાલ્યા જાવ મુક્તેશ્વરની મુલાકાતે.

મુક્તેશ્વર ઉત્તરાખંડમાં આવેલ એક નાનું ગામ છે કે જે કુમાઉની પહાડીઓની વચ્ચે 7500 ફૂટની ઊંચાઇ પર આવેલ છે. દિલ્હીની આસપાસમાં જો તમે નાની એવી રજાઓને વિતાવવા માંગતા હોવ તો તેનાં માટે આપ અવશ્યપણે એક વાર મુક્તેશ્વરની મુલાકાત લઇ આવો.

મુક્તેશ્વર ગામ એ ઉત્તરાખંડનું એક નાનકડું ગામ છે કે જે ચારે બાજુ હરિયાળી, પહાડીઓ અને ઝરણાંઓથી લીલુંછમ હોય છે. ત્યાંનું કુદરતી વાતાવરણ તદ્દન અલગ અને ખુશનુમા પ્રકારનું હોય છે. અહીં આવેલા ઊંચા-ઊંચા પહાડો અને લીલોતરી કે જે તમારા મનને પ્રફુલ્લિત તેમજ રોમાંચક બનાવી દે છે.

કેવી રીતે જઇ શકો?
દિલ્હીથી મુક્તેશ્વર જવા માટેનો સૌથી સરળ જો કોઇ રસ્તો હોય તો તે છે સડકમાર્ગ. આપ સડકમાર્ગ દ્વારા 7 કલાકમાં દિલ્હીથી મુક્તેશ્વર સુધી પહોંચી શકો છો. આ એક ખૂબસુરત સુંદર હાઇ-વે ડ્રાઇવ છે કે જે દેવદારનાં ઊંચા-ઊંચા પહાડોવાળા જંગલોમાંથી પસાર થઇને ફળોનાં બગીચાની વચ્ચે થઇને પસાર થાય છે.

ક્યારે જવું?
મુક્તેશ્વર જવા માટેનો બેસ્ટ સમય છે માર્ચથી જુલાઇ વચ્ચેનો. પરંતુ આપ જો અહીં બરફવર્ષા જોવાં માંગતા હોવ તો જાન્યુઆરી-ફેબ્રુઆરીની વચ્ચે પણ તમે પ્લાન બનાવી શકો છો.

કઇ જગ્યાએ રોકાવું?
મુક્તેશ્વરમાં રોકાવા માટેનાં અનેક વિકલ્પો છે. આપ ઇચ્છો તો બજેટ હોટલ, બૂટીક પ્રોપર્ટી અથવા તો કૈંપ્સમાં પણ રોકાઇ શકો છો.

ફરવા માટેની અલગ-અલગ જગ્યાઓઃ-

કપિલેશ્વર મંદિરઃ
ભગવાન શિવને સમર્પિત આ મંદિર સુધી પહોંચવા માટે ખૂબ જ સુંદર 9 કિ.મીની પહાડી મુસાફરીને પસાર કરવી પડે છે. પરંતુ જો આપ આટલે દૂર સુધી ચાલવા નથી માંગતા તો આપ સડક માર્ગ દ્વારા પણ મંદિર સુધી પહોંચી શકો છો. આ મંદિર કુમિયા અને સકુની નદીઓનાં કિનારે સ્થિત છે.

ભાલૂગઢનું ઝરણું:
મુક્તેશ્વરથી ધારી ગામની વચ્ચે 7 કિ.મી સુધીનું અંતર પસાર કરો અને પછી ત્યાંથી ઘટાદાર જંગલોની વચ્ચે ટ્રેકિંગ શરૂ થાય છે કે જે આપને સુંદર ઝરણાંઓ સુધી લઇ જશે. નેચર લવર અને બર્ડ વૉચિંગ પસંદ કરવાવાળાઓ માટે આ જગ્યા કોઇ જન્નતથી ઓછી નથી.

You might also like