અંબાણીની સંપત્તિમાં થયો 4 બિલિયન ડોલરનો વધારો, બન્યા દેશના સૌથી ધનિ

નવી દિલ્હીઃ જીઓ લોન્ચિંગ સાથે જ ચર્ચામાં આવેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિ લિમિટેડના પ્રમુખ મુકેશ અંબાણી ફરી એક વખત દેશના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોબર્સ મેગેઝિનમાં બુધવારે યાદી જાહેર કરવામાં આવી હતી. જે મુજબ અંબાણીની સંપત્તિમાં આ વખતે 4 બિલિયન ડોલરનો વધારો થયો છે.

ગત વર્ષની 18.9 બિલિયન ડોલરની સંપત્તિના મુકાબલે આ વખતે તેમની સંપત્તિ વધીને 22.7 બિલિયન ડોલર થઇ ગઇ છે. એક વર્ષ દરમ્યાન કંપનીના શેરોમાં 21 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં દેશના 100 ધનિકોની કુલ સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. 2015ના 345 બિલિયન ડોલરના મુકાબલે 381 બિલિયન ડોલર થઇ ગઇ છે.

ફોબર્સ ઇન્ડિયના એડિટર નાઝનીન કરમલીના જણાવ્યા અનુસાર ઇન્ડિયન ઇકોનોમીના 7 ટકાના દરે ગ્રોથ કરવાનો ફાયદો ભારતીય ઉદ્યોગપતિઓને મળતો જોઇ શકાય છે. આ જ કારણ છે કે તેમની સંપત્તિમાં ગત વર્ષના મુકાબલે વધારો થયો છે.

You might also like