શું તમને ખબર છે સચિન તેંડુલકરની પુત્રીનું અફેર કોની સાથે ચાલી રહ્યું છે?

ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર એવા સચિન તેંડુલકરને આખી દુનિયામાં કોઈ ઓળખતું ના હોય તેવું નહીં બને, પરંતુ આજે આપણે વાત સચિનની નહીં બલ્કે સચિનની પુત્રી સારા તેંડુલકરની કરી રહ્યા છીએ.

સચિનની પુત્રી સારાની પણ અનેક જગ્યાએ નોંધ લેવામાં આવે છે. થોડા સમય પહેલા સારા ફિલ્મોમાં કામ કરશે તેવું જાણવા મળ્યું હતું. જો કે સચિને આ અફવાને નકારી દીધી હતી અને કહ્યું હતું કે, સારા ફિલ્મોમાં કામ નહીં કરે.

જો કે સારા તેની સુંદરતાના કારણે પણ અનેક વખત ચર્ચામાં રહી છે. આજકાલ સારા તેની લવ સ્ટોરીના કારણે ચર્ચામાં આવી ગઈ છે. સારા હાલમાં કોઈની સાથે પ્રેમમાં છે, તેવું ચર્ચાઈ રહ્યું છે.

સચિનની પુત્રી સારાનું નામ એક ખાસ શખ્સ સાથે જોડાઈ રહ્યું છે, જેની ગણતરી દેશના સૌથી અમીર વ્યક્તિના પુત્રમાં થાય છે. સારાનું અફેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે ચાલી રહ્યું છે, તેવું આજકાલ ચર્ચાઈ રહ્યું છે.

સારા અને અનંત એકસાથે અનેક વખત પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. બંને જણા સાથે ફરતા પણ જોવા મળ્યા છે. અનંત અંબાણીએ તાજેતરમાં જ પોતાનું 70 થી 80 કિલો વજન ઘટાડ્યું છે. જેના બાદ સચિને પણ અનંતના ખૂબ વખાણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સચિનની પુત્રી સારા મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને હાલમાં તે લંડનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.

You might also like