મુકેશ અંબાણીના પુત્ર આકાશની શ્લોકા સાથે થઈ સગાઈ, સસરાંએ મીઠાઈ ખવડાવી

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની રાખવામાં આવી હતી.

મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈ શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે. જો કે આ પ્રી એન્ગેજમેન્ટ હતા. એટલે તેની સેરેમની ગુપચુપ રીતે કરવામાં આવી છે. અંબાણી અને શ્લોકા મહેતાની ગોવામાં શનિવારે પ્રી-એન્ગેજમેન્ટ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો.. આ કાર્યક્રમ તાજ એઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં યોજાયો હતો.

શ્લોકા હીરાના વેપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખે છે. આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણીની ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે. બંને જણાએ લંડનમાં અલગ અલગ કૉલેજમાં અભ્યાસ કર્યો છે.

કોણ છે શ્લોકા મહેતા?
હીરાના વેપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી
રસેલ મહેતા રોઝી બ્લૂ ડાયમંડસના પ્રમુખ
દેશના ટોચના 6 હીરા વેપારીઓમાં રસેલ મહેતાનુ સ્થાન
રસેલ મહેતા બ્લૂ ડાયમંડ્સ કંપનીમાં ડાયરે~ટર
આકાશ અને શ્લોકા સાથે સ્કૂલમાં સાથે ભણતા હતા
બન્ને મુંબઈમાં ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં ભણતા હતા
શ્લોકા અને આકાશ નાનપણથી એકબીજાને ઓળખે છે
શ્લોકાએ અમેરિકાની પ્રિંસટોન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો
લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ

You might also like