આ વર્ષે પણ મુકેશ અંબાણી પગારમાં નહીં કરે વધારો…

મુંબઇ: દેશના સૌથી અમીર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મૂકેશ અંબાણીને સતત ૧૦મા વર્ષે ૧૫ કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. અંબાણીએ સ્વેચ્છાથી પાછલાં ૧૦ વર્ષથી વેતનમાં કોઇ વધારો લીધો નથી.  મૂકેશ અંબાણીએ ૨૦૦૮-૦૯થી પોતાનું વેતન, અન્ય પગાર ભથ્થાં અને કમિશન રૂ. ૧૫ કરોડ જ રાખ્યાં છે. આ અગાઉ તેમનો પગાર વાર્ષિક એક અંદાજ મુજબ ૨૪ કરોડ રૂપિયા હતો.

દરમિયાન ૩૧ માર્ચ, ૨૦૧૮ના સમાપ્ત થયેલ નાણાકીય વર્ષમાં તેઓના સંબંધી નિખિલ અને હિતલ સહિત કંપનીના પૂર્ણ સમયના ડાયરેક્ટરોના વેતનમાં ખાસ્સો વધારો થયો છે. નિખિલ આર. મેસવાની અને હિતલ આર. મેસવાનીનું વર્ષ ૨૦૧૭-૧૮માં વેતન વધીને ૧૯.૯૯ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે, જે અગાઉ ૨૦૧૬-૧૭માં ૧૬.૮૫ કરોડ રૂપિયા હતું.

You might also like