સંપત્તિમાં ૩૦ ટકા વધારા સાથે મૂકેશ અંબાણી દેશમાં સૌથી અમીર

બીજિંગ: ભારતમાં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી સૌથી વધુ અમીર છે. તેઓની સંપત્તિ ૩૦ ટકાનો વધારો થઇ ૨૬ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે, જ્યારે દુનિયાના અમીરોની યાદીમાં તેઓ ૨૧મા સ્થાને પહોંચી ગયા છે. ચીનના શાંઘાઇથી પ્રકાશિત થતી એક પત્રિકાના િરપોર્ટ અનુસાર ચીનમાં અબજોપતિની સંખ્યામાં વધારો થયો છે અને ચીન અમેરિકાને પછાડી આગળ નીકળી ગયું છે. અબજોપતિની સંખ્યાના દૃષ્ટિકોણથી હવે ચીન અમેરિકાથી આગળ છે. રિપોર્ટ મુજબ યાદીમાં અમેરિકાના બિલ ગેટ્સ પ્રથમ ક્રમ પર છે. હુરન ગ્લોબલ રિચ લિસ્ટમાં ભારતમાં અબજોપતિની સંખ્યા વધીને ૧૧૧ પર પહોંચી ગઇ છે. ભારત ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમ પર છે.

બિલ ગેટ્સ ૮૦ અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે, ત્યાર બાદ ૬૪ અબજ ડોલરની સંપત્તિ સાથે વોરેન બફેટ બીજા ક્રમે આવ્યા છે. દુનિયામાં અબજોપતિની સંખ્યા ૯૯થી વધીને ૨,૧૮૮ની થઇ ગઇ છે, જે રેકોર્ડ છે.

You might also like