મૂકેશ અંબાણી ર૮ ડિસેમ્બરે રિલાયન્સ જિઓ ફ્રી સેવા અંગે મોટો ધડાકો કરશે

મુંબઇ: રિલાયન્સ જિઓએ ૪-જી મોબાઇલ સર્વિસીસમાં નવી ફ્રી ઓફર આપીને ટેલિકોમ સેકટરમાં તરખાટ મચાવી દીધો છે, પરંતુ હવે બજારમાં કેટલાક નવા અહેવાલો વહેતા થયા છે. રિલાયન્સ જિઓ પોતાની ૪-જી એલટીઇ સર્વિસને માર્ચ ર૦૧૭ સુધી લંબાવી શકે છે અને તેની સત્તાવાર જાહેરાત ર૮ ડિસેમ્બરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઇ અંબાણીના જન્મદિને કરવામાં આવી શકે છે.
આ દાવો બિઝનેસ ઇનસાઇડરે પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિઓ નવા ગ્રાહકોને આકર્ષવા માટે માર્ચ ર૦૧૭ સુધી પોતાની ફ્રી સર્વિસીસ લંબાવી શકે છે. આ ઉપરાંત આ સર્વિસ નવા ગ્રાહકોને આકર્ષવાની સાથે સાથે જૂના ગ્રાહકોને પણ મળશે.

મૂકેશ અંબાણીએ જિઓ ૪-જી સર્વિસીસની જાહેરાત ડિસેમ્બર ર૦૧૬ સુધીની કરી હતી, પરંતુ હવે આ સર્વિસ માર્ચ ર૦૧૭ સુધી લંબાવાશે એવા અહેવાલો છે કે જેથી ફ્રી સર્વિસીસનો લાભ વધુને વધુુ ગ્રાહકોને મળી શકે.

You might also like