સ્લો એન્ડ સ્ટેડી સફરથી ખુશઃ મુગ્ધા

જાણીતા ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની ફિલ્મ ‘ફેશન’થી બોલિવૂડની દુનિયામાં પ્રવેશનારી મુગ્ધા ગોડસે મોડલિંગની દુનિયાની સફળ અને સિનિયર મોડલ છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘ઈશ્ક ને ક્રેઝી કિયા રે’ રિલીઝ થઈ. અા ફિલ્મમાં તેણે નેગેટિવ રોલ ભજવ્યો હતો.

‘ફેશન’ જેવી સફળ ફિલ્મમાં દેખાયા બાદ મુગ્ધા જાણે ગાયબ થઈ ગઈ હતી. તે કહે છે કે ‘ફેશન’ ફિલ્મે મને ઓળખ અાપી, ત્યાર બાદ મને એવી કોઈ ફિલ્મ ન મળી, જેનાથી મારી ઓળખ મજબૂત બની શકે. કોંકણા સેન શર્મા, તબ્બુ, કંગના રાણાવત, વિદ્યા બાલન અને પ્રિયંકા ચોપરાને કેટલાક યાદગાર રોલ મળ્યા, જોકે યાદગાર રોલ મળવા કરતાં પણ વધુ જરૂરી છે કે ફિલ્મોનું ચાલવું. ફેશન બાદ મારી કોઈ ફિલ્મ ન ચાલી. હું ક્યાંય ગઈ નથી, અહીં છું, પરંતુ કિસ્મતથી વધીને દુનિયામાં બીજું કંઈ હોતું નથી.

મુગ્ધા કહે છે કે હું માનું છું કે જો મને હજુ સુધી કોઈ મંજિલ નથી મળી તો તેની પાછળ મારી કિસ્મત છે. દરેક ફિલ્મ, દરેક પ્રોજેક્ટ પર મહેનત તો એકસરખી જ લાગે છે. ગમે તે ફિલ્મો કરી લેવાના બદલે હું થોડી સારી ફિલ્મો કરવાનું પસંદ કરું છું. હું મારી સ્લો એન્ડ સ્ટેડી સફરથી ખુશ છું. હાલમાં મુગ્ધા ‘રોમિલા’ નામની એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

You might also like