મુફતી મહંમદની હાલત નાજુકઃ મહેબૂબા કાર્યકારી મુખ્યપ્રધાન બને તેવી સંભાવના

જમ્મુ: દિલ્હીની અેઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મુફતી મહંમદ સઇદની તબિયત અેકાઅેક વધુ લથડતાં તેઓ શ્વાસ લઈ શકતા ન હોવાથી તેમને આઈસીયુમાં વે‌િન્ટલેટર પર રાખવામાં આવ્યા છે, તેથી રાજ્યના કાર્યકારી મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી હવે પીડીપીના પ્રધાન મહેબૂબા મુફતીને સોંપવામાં આવે તેવી સંભાવના છે.

દરમિયાન બદલાઈ રહેલી રાજકીય પરિસ્થિતિમાં સોમવારે પીડીપીના વરિષ્ઠ નેતાઓની અેક ટીમે જમ્મુમાં રાજ્યપાલ અેન. અેન. વોહરાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલને મળનારા અગ્રણીઓમાં જન વિતરણ બાબતોના પ્રધાન ચૌધરી ઝુલ્ફીકાર, મુખ્યપ્રધાનના સલાહકાર પ્રો. અમિતાભ ભટ્ટ, વરિષ્ઠ નેતા સરદાર રંગીલસિંહ સામેલ હતા. આ અંગે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પીડીપીના નેતાઓઅે આ મુદ્દે ચર્ચા કરી હતી.

આ અંગે ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને મહેબૂૂબાને કાર્યકારી મુખ્યપ્રધાન બનાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી. જ્યારે પીડીપીના નેતૃત્વે પણ મહેબૂબાને નવી જવાબદારી સોંપવાનો મત વ્યકત કર્યો છે.

You might also like