પ્રવિણ તોગડિયાના ભત્રીજાની હત્યા કેસમાં 5ની ઘરપકડ

સુરત: વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયાના કૌટુંબિક ભત્રિજા અને સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લ તોગડીયાના ભાઈ ભરત તોગડીયા સહિત ત્રણ વ્યક્તિની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના  કેસમાં લાલુ ભરવાડ, મેહૂલ ભરવાડ, ઈમરાન સૈયદ ગૌતમ ગોયાણી ઉર્ફે ગૌતમ ગોલ્ડન અને તેની બહેન કોમલ ગોયાણીની અટકાયત કરી છે.

આ કેસમાં ગણેશ ગોયાણી અને ભદ્રેશ ઉર્ફે કાળુ તથા ગજની પલસરનો ભાઈ કિશન રમેશ હજુ પકડાયા નથી. આ આરોપીઓ હત્યા કર્યા પછી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભરત તોગડીયા સહિત ત્રણની હત્યા કરી નાસી છૂટેલા આરોપીઓની પોલીસે કામરેજથી ધરપકડ કરી હતી. ગૌતમ ગોલ્ડને હત્યા કરાવવા માટે પકડાયેલા ત્રણેય આરોપીઓની મદદ લીધી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ગોલ્ડનની બહેન કામરેજ રહેતી હોવાથી ગોલ્ડનના સંપર્કમાં આવેલા આ ત્રણેય આરોપીઓએ હત્યામાં મદદ કરી હતી.

ગૌતમ ગોયાણી ઉર્ફે ગૌતમ ગોલ્ડન અને તેની બહેન કોમલ ગોયાણીની તેમના વતન બગસરામાં જમીન હતી. 50 લાખ રૂપિયાની કિંમતની આ જમીનની લેતીદેતીમાં બાલુ હીરાણીની હત્યા કરવાનું કાવતરૂં ઘડાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત શહેરના વરાછા એકેરોડ પર આરાધના ચેમ્બર્સમાં શનિવારે મોડી રાત્રે સાડા નવવાગ્યે જમીન દલાલ બાલોભાઈ હીરાની પોતાની ઓફિસે ત્રણ મિત્રો સાથે બેઠા હતા. અચાનક તેમની ઓફિસમાં ઘુસી આવેલા અજાણ્યા ચાર થી પાંચ અજાણી વ્યક્તિઓએ જમીન દલાલ અને તેના ત્રણ મિત્રો સાથે મારામારી કરી હતી. મારામારીમાં અજાણ્યા વ્યક્તિઓએ તિક્ષણ હથિયારથી ચારેય લોકોને ઘાયલ કરી દીધા હતાં. જેના કારણે ભરત છગન તોગડીયા અને અશોક ડુંગર પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે જમીન દલાલ બાલો હીરાની તેમજ મહેશ જાદવ રાદરીયાને કટોકટ હાલતમાં સ્મીમેર હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જ્યાં જમીન દલાલ બાલુ હીરાનીનું મોત થયું હતું.જ્યારે મહેશ જાદવ રાદરીયાની હાલત ગંભીર છે.

આ વાત વાયુવેગે ફેલાતાં શહેરના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા સહિતના ટોચના પોલીસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે ધસી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

એક બાજુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ વિવિધ પોલીસ પ્રોજેક્ટના ખાતમુર્હૂત અને ઉદ્‌ઘાટન માટે સોમવારે સુરત આવવાના છે ત્યારે જ શનિવારે મોડી રાત્રે ત્રિપલ મર્ડરથી હાહાકાર ફેલાઈ ગયો છે. પોલીસ હત્યારાઓને શોધવા હાલમાં સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે જેમાં હત્યારાઓ લકઝુરિયસ કારમાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે.

You might also like