મડ ઓલિમ્પિકઃ જર્મનીમાં કેન્સર સામે લડવા હજારો લોકો કીચડમાં ઊતર્યા

બર્લિનઃ ઉત્તર જર્મનીના શહેરમાં કીચડ ખરડાયેલા હજારો સ્પર્ધકોએ ‘વાટોલેમ્પિયાડ’ (મડ ઓલિમ્પિક)માં મેડલની આશામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધા દ્વારા કેન્સરના દર્દીઓ માટે નાણાં એકઠાં કરવામાં આવે છે. બ્રૂનસબૂએટેલમાં યોજાયેલા મડ ઓલિમ્પિકમાં લગભગ ૪૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.

જર્મની અને પડોશી દેશોની ૪૦ ટીમના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આમાં ફૂટબોલ અને વોલીબોલની સ્પર્ધાઓ યોજાઈ.

સ્પર્ધામાં સ્લેજ રેસનો પણ સમાવેશ કરવામાં આવ્યોહતો. આ સ્લેજનો ઉપયોગ જર્મનીના ઉત્તર સમુદ્ર કિનારા પર કીચડની વચ્ચે સામાન લાવવા માટે કરવામાં આવે છે.

ચેરિટી માટે મડ ઓલિમ્પિકનું આયોજન ૨૦૦૪થી કરવામાં આવી રહ્યું છે અને કેન્સર સામે લડવા માટે આ વર્ષે ૫૫ હજાર ડોલરથી વધુ રકમ એકત્રિત કરવામાં આવી હતી.

You might also like