મુબારકાંનું ફર્સ્ટ લુક રિલીઝ, અર્જુનનો કંઇક હટકે અંદાજ

અર્જુન કપૂરની આવનારી ફિલ્મ મુબારકાંનું ફર્સ્ટ લુક રિલીઝ થઇ ગયું છે. અર્જુને પોતે એના આ લુકને રજૂ કર્યો છે. ફિલ્મમાં અર્જુ કપૂર ડબલ રોલ નિભાવી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે એવું પહેલી વખત થઇ રહ્યું છે જ્યારે અર્જુન કપૂર અને અનિલ કપૂર એક સાથે એક ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે સાથે ઇલિયાના ડિક્રૂઝ અને આથિયા શેટ્ટી પણ જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં તમે અર્જુન કપૂરને ડબલ રોલમાં જોઇ શકો છો.

You might also like